ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત દ્વારા આજરોજ અગાઉ ભાજપ પક્ષમાં ગયેલા કોંગ્રેસ પક્ષના નેતા-આગેવાન-કાર્યકરોને આજે પુન: કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો છે.
- Advertisement -
આ તકે અગાઉ ભાજપ પક્ષમાં ગયેલા કોંગ્રેસ પક્ષના નેતા-આગેવાન-કાર્યકરોમાં આજરોજ પુન: કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કરતાં ભાર્ગવ પઢિયાર, ભાવેશ ખાચરિયા, હાર્દિકભાઈ સોહેલિયા, ગૌરવ ચૌહાણ, ચંદ્રેશ જાદવ, વિપુલ ચૌહાણ, બકુલભાઈ મારૂ, ધ્રુપાલસિંહ પરમાર, નરેન્દ્રસિંહ વાઘેલા, વિજય મકવાણા, મિલન પરમારને રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત દ્વારા કોંગ્રેસ પક્ષમાં પુન: પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના આગેવાનો ઘનશ્યામસિંહ જાડેજા, વિજયસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.



