ફરી સાબરમતી જેલમાં ધકેલાયો: બીજા ગુનામાં કબ્જો લેવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ડીસીબી પોલીસ સ્ટેશનમાં જીએસટી ચોરીના નોંધાયેલા બે કેસમાં કુખ્યાત મહેશ લાંગા અને તેની કંપનીની સંડોવણી ખૂલતાં આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે સાબરમતી જેલમાંથી કબજો લઈ ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે પૂર્ણ થતાં ફરી સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે હવે બીજા ગુનામાં ફરી કબજો લેવામાં આવશે. રાજ્યના ચકચારી ૠજઝ બોગસ બિલ કૌંભાડ પ્રકરણનો રેલો રાજકોટ સુધી પહોંચતા બોગસ બિલીંગ કૌંભાડ અંગે મહેશ લાંગાની પેઢીનું વધુ એક કારસ્તાન ઝડપી પાડી રાજકોટ પોલીસ દ્વારા બોગસ બિલીંગ કૌંભાડ મામલે કાર્યવાહી કરી 14 જેટલી પેઢીઓ પર એકસાથે દરોડા કરી 12 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જે તમામ આરોપીઓ હાલ જેલ હવાલે છે જયારે રાજકોટ ઊઘઠ ટીમ દ્વારા અમદાવાદ સાબરમતી જેલ ખાતેથી કબ્જો મેળવી કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા તેને ફરી અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે રાજકોટમાં ૠજઝ બિલ કૌભાંડ અંગે અલગ-અલગ બે ફરિયાદ દાખલ કરી છે, જેમાં એક ફરિયાદ 61 લાખની અને બીજી ફરિયાદ 79 લાખની છે આ કેસમાં હવે ફરી આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કબ્જો લેવામાં આવશે.