રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ 2 નમૂના પૃથ્થકરણ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
- Advertisement -
ફૂડ વિભાગ દ્વારા મહેશ કુંજ અને ક્રિષ્ના ડેરીના લેવામાં આવેલા નમૂના પૃથ્થકરણ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે એટલે કે મહેશ કુંજ અને ક્રિષ્ના ડેરીનું ઘી લોકોને ખાવાલાયક નથી.
ફૂડ વિભાગ દ્વારા મહેશ કુંજ, રણછોડનગર-5 કોર્નર, વેકરીયા રોડથી લેવામાં આવેલા ખાદ્યચીજ શુદ્ધ ઘી (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ), તીલ ઓઈલ તથા હળદરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે તેમજ ક્રિષ્ના ડેરી ફાર્મ, અંકુરનગર મે.રોડ, મવડી પ્લોટની પેઢીમાંથી માલવિયા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા ઘીના જથ્થામાંથી લેવામાં આવેલા ખાદ્યચીજ શુદ્ધ ઘી (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) તથા હળદરની હાજરી મળી આવતાં નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે જે અંગે એજ્યુડિેકેશન કાર્યવાહી કરવામાં આવશે.
સર્વેલન્સ ચેકીંગ દરમિયાન શ્રી લક્ષ્મી રેસ્ટોરન્ટ, રામાપીર ચોકડીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલા પ્રિપેર્ડ ફૂડ વાસી અખાદ્ય જણાતા કુલ 6 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલો હતો તેમજ સ્ટોરેજ અને હાઈજેનિક કંડિશન જાળવવા બાબતે તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત મસાલાની સિઝનને અનુલક્ષીને મસાલાના કુલ 26 નમૂના લેવામાં આવ્યા હતા જેમાં જલારામ મસાલા ભંડાર, શ્રીરામ મસાલા માર્કેટ, સંત દેવીદાસ મસાલા ભંડાર, શ્રીરામ મસાલા માર્કેટ, બાપા સીતારામ મસાલા ભંડાર, જય જલિયાણ મસાલા ભંડાર, ઠા. ભરતકુમાર મગનલાલ જીવરાજાની સહિતના અન્ય વેપારીઓને ત્યાંથી મરચાં પાવડર, હળદર, જીરૂ પાવડરના નમૂના લેવામાં આવ્યા હતા.