નંબરી બાપ અને દસ નંબરી દીકરાનાં પરાક્રમો
‘ખાસ-ખબર’ પાસે ખિમાણી વિરુદ્ધનાં અનેક પુરાવા અને સેંકડો કોલ રેકોર્ડિંગ્સ
- Advertisement -
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સમીર તન્નાએ આપ્યું નિવેદન: મજબૂત સંપર્કો ધરાવતાં મહેન્દ્ર ખિમાણીને ઊની આંચ નહીં
કરિયાણાના વેપારીમાંથી મહેન્દ્ર ખિમાણીએ રાતોરાત જ્વેલરીનો શૉ રૂમ શરૂ કરી દીધાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના જલારામ પ્લોટ-2માં આવેલા પ્રીતિ બંગલોઝમાં તેજસ ખિમાણી, મહેન્દ્ર ખિમાણી, કમલેશ ચોટાઈ સહિતનાઓએ સમીર તન્ના નામના ઓટો બ્રોકરને ફ્લેટનો દસ્તાવેજ કરી દેવાના બહાને બોલાવી અપહરણ કરી માર માર્યો હતો. આ સ્થળ પર બાપ-દીકરાએ રિમાન્ડ રૂમ બનાવ્યો છે જ્યાં તેઓ નિર્દોષ-ભોળા લોકો પર અત્યાચાર આચરે છે એવું સમીર તન્નાએ જણાવ્યું છે અને આ બનાવને પગલે તેઓએ પોલીસ કમિશનરમાં અરજી પણ કરી છે.
વાહન લે-વેચનો ધંધો કરનારા સમીર નટવરલાલ તન્નાએ ગાંધીગ્રામ પોલીસમાં નિવેદન આપ્યું છે કે, પોલીસ કમિશનર કચેરીના ક્રમાંક ઈઙછઅઉં/250125/0009 તા. 25/01/2025 તથા અત્રે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઈઙઅઙ અરજી નં.61/2025 તા. 01/02/2025 બાબતે પૂછપરછ કરતાં આ જણાવું છું. મારા મિત્ર દિનેશ પટેલ શાપર-વેરાવળમાં એગ્રીકલ્ચરના પાર્ટ બનાવવાનું કારખાનું છે. સને-2018ના વર્ષમાં આ દિનેશ પટેલને જીએસટીનું રૂા. 1 કરોડ 25 લાખના ખોટા બીલો મહેન્દ્ર ખિમાણીએ આપી દીધેલા હોય આ મહેન્દ્ર ખિમાણી અમારા સમાજના હોય જેથી સમાજના આગેવાનો મારફતે મહેન્દ્ર લાખાણીનો કોન્ટેક્ટ કરી પરિચયમાં આવેલા હતા.
ત્યારબાદ નવેમ્બર-ડિસેમ્બર 2024માં મહેન્દ્ર ખિમાણીએ કોન્ટેક કરી જૂની કાર વેચવાની કહેલું, જેથી તેમની કાર મેં રૂા. 2,50,000માં વેચાવી દીધેલી હતી. પછી મેં એમને બીજી કાર લેવી હોય 2020ના મોડેલવાળી સેલેરીઓ કાર રૂા. 6,11,000/-માં અપાવેલી અને મારે મેં જૂની કાર લીધેલી એના રૂા. 2,50,000/- આપવાના બાકી હતા એટલે આ મહેન્દ્રએ મને એ રૂા. 6,11,000/-માંથી વાળીને કુલ રૂ. 3,61,000/- રોકડા આપેલા. ત્યારબાદ ચાર પાંચ દિવસ બાદ આ મહેન્દ્રને કાર ન ગમતાં એમણે મને કહેલું કે આ કાર ગમતી નથી એટલે આ કાર લઈ જા અને આનાથી સારી ઉંચા મોડેલવાળી કાર મને અપાવી આપો.
ત્યારબાદ મહેન્દ્રએ મને કહેલ કે હનુમાનમઢી પાસે સાકેત પ્લાઝા, ચોથો માળ, ફલેટ નં.402 વાળો એક ફ્લેટ વેચવાનો છે, જેની બજાર કિંમત 35 લાખ આજુબાજુ છે પરંતુ તારે લેવો હોય તો 28 લાખમાં અપાવી દઈશ. મારે ફ્લેટ લેવો હતો જેથી મેં રૂા. 51,000/- ટોકન પેટે જલારામ-2, કોટેચા ચોકમાં પ્રીતિ બંગલા ખાતે મહેન્દ્રને આપેલા હતા. ત્યારબાદ કટકે-કટકે કુલ રૂપિયા 18,51,000/- આપેલા. જાન્યુઆરી 2025માં દસ્તાવેજ કરી આપવાનો હતો પરંતુ દરરોજ આ મહેન્દ્રના બંગલે ધક્કા ખાવ છું અને ફોન કરૂં છું પરંતુ તેઓ દસ્તાવેજ કરી આપતા નથી.
ગત તા. 15/02/2025ના રોજ મને વોટ્સએપમાં સવારે 08.45 વાગ્યે મહેન્દ્રનો 12 વાગ્યે પ્રીતિ બંગલે આવવા મેસેજ આવેલા પરંતુ હું બહાર હોય સાંજે પાંચ વાગ્યે મને બંગલામાં મહેન્દ્ર સહિત પાંચ જણાએ પુરી દીધેલો હતો અને મને કહેલું કે તું ફ્લેટનો દસ્તાવેજ ભુલી જા, મે તારું તાળુ તોડીને મારૂ મારી દીધેલું છે. આમ આ મહેન્દ્રને મેં કુલ રૂા. 18,51,000/- આપેલા હોય તેમાંથી તેમણે સેલેરીયો કાર પાછી લઈ લીધેલી હોય જેના રૂા. 6,11,000/- મારે આ મહેન્દ્રને આપવાના થતાં હોય જેથી મારે મહેન્દ્ર પાસેથી કુલ રૂા. 12,40,000/- લેવાના નીકળે છે. આ રકમ તેઓ મને આપતાં ન હોય અને દસ્તાવેજ પણ કરાવી આપતાં ન હોય જેથી મને આ ફ્લેટનો કબ્જો અપાવવા અથવા મારા પૈસા મને પરત કરાવી આપવા ગાંધીગ્રામ પોલીસમાં નિવેદન લખાવ્યું છે.