મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મુંબઈના મુલુંડમાં જ્હોન્સન એન્ડ જોન્સન પ્રાઈવેટ લિમિટેડના જ્હોન્સન બેબી પાવડરનું ઉત્પાદન લાઇસન્સ રદ કર્યું છે.
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મુંબઈના મુલુંડમાં જ્હોન્સન એન્ડ જોન્સન પ્રાઈવેટ લિમિટેડના જ્હોન્સન બેબી પાવડરનું ઉત્પાદન લાઇસન્સ રદ કર્યું છે. પુણે અને નાસિકમાં લેવાયેલા પાવડરના નમૂનાઓ સરકાર દ્વારા વેરિફાઈ કરતા ગુણવત્તામાં ફેલ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- Advertisement -
Maharashtra Food & Drugs Administration has cancelled the manufacturing license of Johnson’s Baby Powder of Johnson’s & Johnson’s Pvt. Ltd., Mulund, Mumbai after samples of the powder drawn at Pune & Nashik were declared "Not of Standard Quality" by the govt pic.twitter.com/4iFIdNd9RI
— ANI (@ANI) September 16, 2022
- Advertisement -
કંપનીએ વર્ષ 2023માં ટેલ્કમ પાઉડરનું ઉત્પાદન બંધ કરવાની ઘોષણા કરી હતી
બેબી પાઉડર બનાવતી ખ્યાતનામ કંપની જોનસન એન્ડ જોનસને ઓગસ્ટ 2022માં કહ્યું હતુ કે, વર્ષ 2023થી તે ટેલ્કમ પાઉડરનું ઉત્પાદન બંધ કરી દેશે. કંપની તરફથી કહેવાયુ છે કે, તે ટેલ્કમ પાઉડરનું ઉત્પાદનના કારણે થનારા કેસોથી પરેશાન થઈ ચુક્યા છે. એટલા માટે તેમણે આવો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે, કંપનીએ અમેરિકા અને કેનેડામાં ટેલ્કમ પાઉડરનું ઉત્પાદન પહેલાથી જ બંધ કરી દીધું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીની બેબી પાઉડરથી કેન્સર થતું હોવાનો આરોપ લાગી ચુક્યા છે. તેના કારણે કંપનીને લાંબી કાયદાકીય લડાઈ લડવી પડશે. કેન્સરની આશંકાવાળો રિપોર્ટ સામે આવવા પર કંપનીના ઉત્પાદન વેચાણમાં પણ ખૂબ ઘટાડો જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની હવે ટેલ્ક બેસ્ડ પાઉડરની જગ્યા સ્ટાર્ચ પર આધારિત પાઉડરનું ઉત્પાદન કરશે.