ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
કાર્યકર્તા આધારિત ભારતીય જનતા પાર્ટી પ્રત્યેક ચૂંટણીમાં વોર્ડ થી લઈ બુથ સુધી સજજડ માઈક્રો પ્લાનીંગ સાથે આગળ વધે છે.ત્યારે સમગ્ર દેશમાં લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ધ્વારા પ્રચાર-પ્રસાર કાર્ય વેગવંતુ બનાવવા માટે કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓની સોંપણી કરવામાં આવી રહી છે અને પ્રચાર માટેનો એજન્ડા તૈયાર બનાવવા દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠા કાર્યકર્તાઓની સેવા લેવામાં આવે છે. ત્યારે મહારાષ્ટ્રની 48 લોકસભા સીટ માટે ઈલેકશન સ્ટ્રેટેજી પ્લાનીંગ માટેની પ્રદેશ કમિટીમાં રાજકોટના ડો. હિરેન ઘેલાણીને એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
- Advertisement -
પોતાની મહેનતથી આગળ આવેલા ડો. હિરેન ઘેલાણી અન્ય લોકોને પણ આગળ વધવા માટે પ્રેરણા આપતા રહયા છે ત્યારે ડો. હિરેન ઘેલાણીએ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયુ ડિજિટલ સપોર્ટ માટે ગુજરાત સરકાર સાથે કામ કરેલ છે, જેમાં દોઢ કરોડથી વધુ લોકો જોડાયા હતા. આ ઉપરાંત ડો. હિરેન ઘેલાણીએ આયુષ, ફિલ્મડોમ, વર્ચ્યુઅલ ઓફિસ જેવા મહત્વના પ્રોજેકટર પણ ડેવલપ કર્યા છે. આઈ.આઈ.એમ., આઈ.એમ.એ. જેવી સંસ્થાઓમાં તેમને લેકચર આપવા માટે પણ આમંત્રિત કરવામાં આવી ચુકયા છે, તદઉપરાંત તેમણે વર્ચ્યુઅલ યુનિવર્સીટીના માધ્યમથી અલગ-અલગ યુનિવર્સીટીના 10 લાખ વિદ્યાર્થીઓને એકસાથે જોડયા છે. જે એક વિક્રમ છે ત્યારે ડો. હિરેન ઘેલાણી સોશિયલ ઈનોવેટર, રાઈટર, મોટિવેશનલ સ્પીકર, પ્રોફેશનલ એડવાઈઝરની સાથોસાથ પોલીટીકલ એડવાઈઝર પણ છે, તેમના પોલીટીકલ વ્યૂહરચના અને સ્ટ્રેટેજી દર્શાવતા પ્રેઝન્ટેશનની મહારાષ્ટ્ર પ્રદેશ ભાજ 5 પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેજી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલજી તથા પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી તેમજ પ્રદેશ ભાજપ આગેવાનો ધ્વારા પણ સરાહના થયેલ છે.