તા.9 રવિવારે 150 ફૂટ રોડ વેસ્ટ ગેટ ખાતે કોર્પોરેટ ઑફિસનું ઉદ્ઘાટન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતના ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રના પોલિટિકલ એડવાઈઝર, આઈ.ટી એક્સપર્ટ એજ્યુકેટર, આઇટી ઓનત્રોપ્રીનર અને એચ એલ ગ્રુપના એમડી ડો. હિરેન ઘેલાણીની કોર્પોરેટ ઓફિસનું આગામી તા. 9/3 રવિવારે 150 ફૂટ રીંગ રોડ અયોધ્યા ચોક વેસ્ટ ગેટ ખાતે ભવ્ય ઉદઘાટન યોજાનાર છે. ત્યારે આ અવસરે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદ પુરુષોત્તમ રૂપાલા, વિનોદ ચાવડા, ધારાસભ્ય તથા શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવશે. ડો. હિરેન ઘેલાણીએ ભારતીય જનતા પાર્ટીમાં પોલિટિકલ એડવાઈઝર તરીકે ઉલ્લેખનીય કામગીરી કરી છે, જેમાં હાલમાં જ મહારાષ્ટ્રમાં સંપન્ન થયેલ વિધાનસભા ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે રહીને મહારાષ્ટ્રમાં અનોખો મીડિયા અને સ્ટ્રેટેજિક પ્લાનિંગ બનાવેલ તેની ચોમેર પ્રશંસા થઇ હતી.
ત્યારે ડો. હિરેન ઘેલાણીનું ઇન્ટરનેશનલ કોલેજોમાં પણ નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેમની કંપની આઇટી ફિલ્ડમાં કાર્યરત હોવાથી વિશ્વભરમાં અનેક ક્લાઈન્ટો સાથે કામ કરી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ડો. હિરેન ધેલાણીનિન કામગીરીને મહારાષ્ટ્ર ભાજપ અગ્રણીઓએ બિરદાવી આગામી પાંચ વર્ષ માટે પોલિટિકલ એડવાઈઝર તરીકે નિમણુક કરવામાં આવેલ છે. જેમાં ડો. હિરેન ઘેલાણીની કોર્પોરેટ ઓફિસના સ્ટ્રેટેજી પ્લાન મુજબ ધારાસભ્યો હવે તેમના મતવિસ્તારમાં આવેલ તમામ કાર્યકર્તાઓ સાથે સતત કનેક્ટ રહી કાર્યકર્તાઓની કામગીરીથી સંપૂર્ણ વાકેફ રહી શકશે. સાથે જ લોકો કોઈપણ જાતની સમસ્યા હોય તો એપ્લિકેશન પર જ તે સમસ્યા જણાવી શકે તેવો સોફ્ટવેર તૈયાર કરેલ હોય, લોક પ્રતિનિધિ કાર્યકર્તા તેમજ જનતા જનાર્દન સાથે સીધા સંપર્કમાં રહી શકે અને લોક સમસ્યાનો ત્વરિત નિરાકરણ લાવી શકે તે માટેનું માસ્ટર પ્લાનિંગ કરેલ છે.



