સરકારી કચેરીઓ અને ગામડાઓમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ મળશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.07
મહારાષ્ટ્ર સરકારે બુધવારે (6 નવેમ્બર) ઇલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા પ્રદાન કરતી કંપની સ્ટારલિંક સાથે લેટર ઑફ ઇન્ટેન્ટ (LoI) પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે, સ્ટારલિંકની સેવા અપનાવનાર મહારાષ્ટ્ર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે.
સ્ટારલિંકના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયરની હાજરીમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં વ્યક્તિગત રીતે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ભાગીદારીથી હવે સરકારી કચેરીઓ, ગામડાઓ અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ડ પર પોસ્ટ શેર કરીને લખ્યું, “મોટા સમાચાર. સ્ટારલિંક સાથે ભાગીદારી કરનાર મહારાષ્ટ્ર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. આ અમારા ડિજિટલ મહારાષ્ટ્ર મિશન માટે ગેમ ચેન્જર છે.” ફડણવીસે વધુમાં કહ્યું કે, “સ્ટારલિંક ICT ઉદ્યોગમાં સૌથી મોટી કંપની છે. આનાથી અમને સેટેલાઇટ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નેતૃત્વ કરવામાં અને પીએમ મોદીના ડિજિટલ ઇન્ડિયાને
- Advertisement -
પાયાના સ્તરે લઈ જવામાં મદદ મળશે.”
ક્યાં-કેવી રીતે મળશે સર્વિસ
મહારાષ્ટ્ર સરકાર અને સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે કજ્ઞઈં પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સેવા શરૂઆતમાં ગઢચિરોલી, નંદુરબાર, વાશિમ અને ધારાશિવ જેવા જિલ્લાઓ સહિત દૂરના અને વંચિત વિસ્તારોમાં શરૂ થશે.
સરકારી સંસ્થાઓમાં મફત અથવા સબસિડીવાળા જોડાણો સ્થાપિત કરવામાં આવશે.
ગ્રામીણ સમુદાયો અને શાળાઓ અને હોસ્પિટલો જેવા જાહેર માળખાને પ્રાથમિકતા.
કોઈ કેબલ કે ટાવરની જરૂર નથી, ફક્ત એક નાનું ડીશ એન્ટેના.



