નવી પરંપરાનું સર્જક કલબ યુવીમાં સંસ્કારી, સુરક્ષીત ભકિતસભર નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં કલબ યુવી નવરાત્રી મહોત્સવનું અલગ અંદાઝથી ભવ્યાતિભવ્ય, અદભુત આયોજન કરવામાં આવે છે, 16 વર્ષની સફળતા બાદ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ’કલબ યુવી નવરાત્રી મહોત્સવ -202પ’ ની તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 17 માં વર્ષે ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં નવરાત્રી મહોત્સવ માણે તે માટેનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું આયોજન થયું છે. રાજકોટ શહેરમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રી મહોત્સવ યોજાશે
અર્વાચીન રાસોત્સવ ક્ષેત્રે કંઇક નવું કરવાની નેમ સાથે સંપૂર્ણ પારીવારીક માહોલમાં નવરાત્રી મહોત્સવનુ આયોજન કરી કલબ યુવી નવી પરંપરાનું સર્જક બન્યુ છે. નવરાત્રી રાસોત્સવમાં સૌરાષ્ટભરમાં મોખરાનું સ્થાન ધરાવતી કલબ યુવી દ્રારા રાજકોટના ન્યુ150 ફુટ રીંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્લોટ સામે તા. રર-09-202પ થી 01-10-202પ દરમ્યાન રાજકોટના આંગણે પારીવારીક માહોલમાં નવરાત્રી મહોત્સવની સમગ પાટીદાર સમાજ દ્રારા એક પર્વ તરીકે ઉજવણી થશે.
જગત જનની ની ઉપાસના માટે પ્રાચીન સંસ્કૃતીને ધબકતી રાખવા માટે કલબ યુવી દ્રારા સતત 17 માં વર્ષે અનેરૂ આયોજન થઈ રહયુ છે. દોઢ દાયકા પૂર્વે અર્વાચીન રાસોત્સવને પારિવારીક માહોલમાં નવરાત્રીનું સ્વરૂપ આપનાર કલબ યુવી એ મા ઉમિયાની ભકિતની સાથોસાથ સંગઠનની શકિતનો સરવાળો કરી એક નવી જ કેડી કંડારી છે. સંસ્કારી સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્સવની ભેટ આપનાર કલબ યુવી ખલૈયાઓ ની સાથો સાથ પરિવારના તમામ સભ્યો નવરાત્રી માણી શકે તેવા પારિવારીક માહોલનું સર્જક બન્યુ છે. રાજકોટના સેકેન્ડ 150 ફુટ રીંગ રોડના પ્રાઈમ લોકેશનમાં આ ભવ્ય નવરાત્રી મહોત્સવ ઉજવાશે જેથી કરીને શહરેથી નજીક હોવાથી ખલૈયાઓ ખાસ કરીને સમાજની દિકરીઓ યુવતીઓને આવક-જાવકમાં સલામતી તેમજ સહજતા મળી રહે. સતત 17 માં વર્ષે સૌરાષ્ટ્રનું સૌથી મોટા નવરાત્રી મહોત્સવના આયોજન માટે આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે સંપૂર્ણ સલામતી સાથે કોઈપણ સમાજની બહેન-દિકરી કલબ યુવીમાં ગરબા રમવા આવે ત્યારે માતા-પિતાને તેની ચિંતા રહેતી નથી આધુનીક ટેકનોલોજી ના ઉપયોગ દ્રારા ખૈલૈયાઓ માટે મોબાઇલ એપ દ્રારા રજીસ્ટ્રેશન દરમ્યાન ફરજીયાત આઈ.ડી. જોડવાનું રહે છે.
ગ્રાઉન્ડ પર એન્ટ્રી સમયે ફેઈસ ડીટેકટર દ્રારા ચકાસણી, બારકોડ એન્ટ્રી પાસ બનાવાયા છે. જેના થકી ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં એન્ટ્રી લેતા સમયે તથા ગ્રાઉન્ડની બહાર એકઝિટ થતા સમયે વાલીઓને મેસેજ દ્રારા જાણ કરવામાં આવશે.
ખેલૈયાઓને ઝુમાવવા માટે પ્રથમવાર ગાયક કલાકારો મેઇન સ્ટેજ તથા સેન્ટર સ્ટેજ પરથી પરફોર્મમન્સ આપશે
- Advertisement -
આદ્ય શક્તિના નવ નોરતાના નવ સ્વરૂપને ઉજાગર કરતા મંદિરોથી સજજ વિશાળ એન્ટ્રી
અર્વાચીન રાસોત્સવ ક્ષેત્રે કંઈક નોખુ અનોખું કરવાની નેમ ધરાવતા કલબ યુવી દ્રારા ગુજરાતમાં સૌપ્રથમ વાર રાસોત્સવના મેદાનમાં પ્રવેશ કરતા પહેલા આકર્ષક એન્ટ્રી ગેઇટ અને વિશાળ 40 ફુટના એન્ટ્રી એરીયામાં આદ્યશક્તિ નવદુર્ગાના નવ સ્વરૂપોને ઉજાગર કરતા ભવ્ય મંદિરો ના નિર્માણ કરાયા છે. જેને જોતા જ દર્શકો ખલૈયાઓ આધ્યાત્મીક ઉર્જા અને ચેતનાનો આભાસ થશે. આધશકિત મા ઉમિયાના નવ નોરતાના નવ સ્વરૂપો જેવા કે માતા શૈલપુત્રી, બ્રહમચારીણી, ચંદ્રધન્ટા, કૃષ્માણ્ડા, સ્ક્ધદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિધ્ધીદાત્રી સ્વરૂપોની ઝાખી કરાવતા મંદિરો એક અલૌકીક આધ્યાત્મીકતાનો અનુભવ કરાવશે. કલબ યુવીના નવરાત્રી ગ્રાઉન્ડ તથા આકર્ષક એન્ટ્રી તથા અન્ય થીમની સજાવટ કલબ યુવીના બીપીનભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ ઝેડ ઇવેન્ટના ધર્મેશ મકાતી ની ટીમ દ્રારા થઇ રહયુ છે. કલબ યુવીની પરંપરા મુજબ હર વર્ષે રાસોત્સવના મેદાનમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાનું ભવ્ય મંદિર બનાવાય છે. જેમાં દરરોજ આરતી પ્રજન-અર્ચન બાદ જ રાસોત્સવનો કરાય છે. કલબ યુવી દ્વારા આ વર્ષે દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્ય શૈલીમાં 80 ફુટના વિશાળ પટ્ટાંગણ માં જગત જનની મા ઉમિયાનું ભવ્યાતિભવ્ય મંદિર બનાવાયું છે.શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ’કલબ યુવી નવરાત્રી મહોત્સવ -2025’ ના શુભારંભ માં નવરાત્રીની પૂર્વ સંધ્યાએ તા 21 ને રવિવારે ઉમિયાધામ સિદસર મહિલા સંગઠન સમિતિ (સૌરાષ્ટ્ર ઝોન) ના સંયુકત ઉપક્રમે મા ઉમિયાની ભકિતના પાવન પ્રસંગે સાથ-સહકારની અભિવ્યકિત રૂપે કલબ યુવીના ગ્રાઉન્ડમાં ઉમા કળશ મહારાસ, મહાઆરતી નું ભવ્ય-દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 5000 જેટલી બહેનો શિર પર કળશ લઇ મા ના સાનીધ્યમાં રાસની રમઝટ બોલાવશે આ પવિત્ર અવસરે રાજકોટ શહેરમાંથી 2500, રાજકોટ જીલ્લામાંથી 1000, મોરબીના 500 બહેનો ભાગ લેશે આ ઉપરાંત અમરેલી, બાબરા, જામનગર, ધ્રોલ, કેશોદ, લીંબડી, જોડીયા થી બહેનો મહારાસમાં જોડાશે. આ સમગ્ર આયોજનમાં મહિલા સંગઠન સમિતિ (સૌરાષ્ટ્ર ઝોન)ના પ્રમુખ સરોજબેન મારડીયાના માર્ગદર્શન હેઠળ ઉમિયા પરિવાર મહિલા સંગઠન સમિતિની ટીમ જહેમત ઉઠાવી રહી છે. ટ્રેડીશ્નલ ડ્રેસ લાલ સાડીમાં સજજ બહોળી સંખ્યામાં બહેનો કલબ યુવીના આંગણે ગરબે ધુમી આદ્યશકિત મા ઉમિયાનું પૂજન અર્ચન કરશે. આ મહારાસમાં કડવા પાટીદાર સમાજની તમામ સંસ્થાઓના હોદેદારો તથા સભ્યો જોડાશે અને કલબ યુવી વેલકમ નવરાત્રીની ઉજવણી કરશે.કલબ યુવીના સમગ્ર આયોજનને સફળ બનાવવા કલબ યુવીની કમિટીના દિનેશભાઈ ચાપાણી, રજનીભાઈ ગોલ, રેનીસભાઈ માકડીયા, દિનેશભાઈ વિરમગામા, ચંદ્રેશભાઈ શીરા, જય કડીવાર, યોગેશભાઈ કાલરીયા, કિશન સીણોજીયા, રીકેન વાછાણી, કેવલ ખીરસરીયા, ધવલ ખાનપરા, ગોપીભાઈ ત્રાંબડીયા, અતુલભાઈ ભૂત, હર્ષિતભાઈ કાવર, હસુભાઈ નાર, હરીભાઈ કલોલા, ચેતનભાઈ ભુત, વસંતભાઇ કનેરીયા, રવિભાઈ ચાંગેલા, મનીષ વાછાણી, ચંદુ ગોવાણી, પૂજન ધોડાસરા, શૈલેષ ફળદુ, હર્ષિલ ખાચર, પરેશ ઉકાણી, પીયુષ સીતાપરા, રાજુ ધુલેશીયા, ગીરીશ વાછાણી, મનીષ ચનીયારા, નવિન કોરડીયા, ખુશાલ ઝાલાવડીયા, કેતન વડાલીયા, સંદીપ કાલરીયા, જય ઓગણજા, પ્રફુલ ખાનપરા, મિતુલ કોઠડીયા, હિતેન્દ્ર ઘેટીયા, વિમલ લાલાણી, રાકેશ દેસાઈ, ભરત ભલાણી, મનીષ સાપરીયા, મિલન સારણીયા, પ્રહલાદ વાછાણી, અશ્વિન બરોચીયા, રાજુ જીવાણી, સુરેશ બેરા, અશોક કણસાગરા, નીરવ ડેડકીયા, પાર્થ મકાતી, હિમાંશુ ઉજીયા, યોગેશ ભુવા, પારસ મકવાણા, રવિ અમૃતીયા, રાજુ ત્રાંબડીયા, કેતન પબાણી, વાસુ બેરા, વિકાસ વાછાણી, વિજેશ રોકડ, જીજ્ઞેશ કલોલા, ચીરાગ માકડીયા, રાજુ મારડીયા, કિર્તી સાવલીયા, રાજેશ હાંસલીયા, પીનલ ટીલવા, ભુપત જીવાણી, પ્રિતુલ ઉકાણી, વૈભવ ભુવા, મહેન્દ્ર હદવાણી, સુભાષ નવાપરીયા, રામ માટલીયા, પારસ ડેડકીયા, રજની ધમસાણીયા, કનક મેંદપરા, નિતીન મેંદપરા, કપિલ કાવર, હાર્દિક ઉજીયા, જય સામાણી, યુગ કણસાગરા, કેવીન ગામી, કુલદિપ સુતરીયા, હિરેન પાચાણી, રવિ દેસાઈ, વિસ્તૃત માકાસણા, પ્રફુલ દેત્રોજા, મનીષ કાલરીયા, જસ્મીન દેત્રોજા, દર્શન મોરી, પાર્થ કોરીંગા, ભરત દેત્રોજા, કલ્પેશ વાછાણી, જેકી પનારા, નીમીત હીંગરાજીયા, વિશાલ કાલરીયા, રસિક ખીરસરીયા, અશ્વિન ભાલોડીયા, કિશન વિરપરીયા, આંનદ માકડીયા, જીતેન્દ્ર ચનીયારા, રસીક દેથલીયા, હિતેન્દ્ર ચનીયારા, તુષાર વાછાણી, હર્ષ માકડીયા, રોનક ગડારા, જહેમત ઉઠાવી રહયા છે. તેમ કલબ યુવીના મિડીયા કોર્ડીનેટર રજની ગોલે જણાવ્યુ છે.
આધુનિક ટેકનોલોજીને સથવારે કલબ યુવી એટલે ‘ડિજિટલ યુવી’
સૈારાષ્ટનું સૌથી મોટું નવરાત્રી મહોત્સવનું આયોજન કરનાર શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ’કલબ યુવી’ નવરાત્રી મહોત્સવમાં એડવાઇઝરી ડાયરેકટર્સ તરીકે મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, કાર્યરત છે. અખબારની મુલાકાતે આવેલા કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઇ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા એ જણાવ્યુ હતુ કે, કલબ યુવી નવા રંગ રૂપ સાથે ડીઝીટલ યુવી બન્યુ છે. કલબ યુવી હમેંશા કંઇક નવું કરવા અને પરિવર્તનને સ્વીકારવા તત્પર રહયુ છે. આજના ડીઝટલ ટેકનોલોજીના સમયમાં કલબ યુવી ના નવરાત્રી ગ્રાઉન્ડમાં તમામ જગ્યાએ ડીજીટલ સ્ક્રિન લગાવવામાં આવશે. સ્પોન્સરોની જાહેરાત બેનર કે હોડીંગ્સ ને બદલે ડીજીટલ સ્ક્રિન મારફતે પ્રસારીત કરવામાં આવશે. નવરાત્રી મહોત્સવમાં સૌરાષ્ટ્રનું સૌથી વિશાળ ગ્રાઉન્ડ 1,40,000 સ્કેવર ફુટ મેદાનમાં 12,000 ખૈલેયાઓ રમી શકે અને 30,000 દર્શકો ની કેપેસીટી ધરાવતું સમથળ મેદાનમાં ટુ લેયર કારપેટ, મહેમાનો-આમંત્રીતો માટે ગેલેરી,સ્પોન્સરો માટે પેવોલીયન, આર્કષક લાઇટીંગ ટાવર તથા ગ્રાઉન્ડની મધ્યમાં 50 ફુટની એલ.ઈ.ડી. થી સજજ મિકસર સ્પેસ તેમજ સેન્ટર સ્ટેજની ફરતે પ ફુટનો વોક-વે પ્લેટફોર્મ બનાવાયો છે. જેમાં સિંગરો ખૈલૈયાઓ ની વચ્ચે રહી સંગીતનો સુર મીલાવશે. આ વોક-વે પ્લેટફોર્મમાં 140 ફુટ ની હાઇટેક એલ.ઈ.ડી. મુકવામાં આવશે. સમગ્ર ગ્રાાઉન્ડમાં એકસમાન સુર-તાલ સંભળાય તેવી હાઇટેક વી ટી એકસ એ 12 લાઈન એરર સાઉન્ડ સીસ્ટમ ખેલૈયાઓને ઝુમાવશે.
નવરાત્રી મહોત્સવમાં રાસોત્સવની સાથે ભકિતનું સમન્વય એટલે કલબ યુવી: મૌલેશભાઈ ઉકાણી
અર્વાચીન રાસોત્સવ ક્ષેત્રે કલબ યુવી નવરાત્રી મહોત્સવનું નામ સતત ગુંજતુ રહે છે. સંસ્કારી સુરક્ષીત અને ભકિતસભર વાતાવરણ વચ્ચે કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો સમગ્ર પારીવારીક વાતાવરણ વચ્ચે મન મુકી નવરાત્રી મહોત્સવને માણી શકે તે માટે હર વર્ષે કંઇક નવું કરવાની પરંપરા એ કલબ યુવી ની આગવી ઓળખ છે. કલબ યુવીના એડવાઈઝરી ડાયરેકટર અને ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યુ હતુ કે અર્વાચીન રાસોત્સવની સાથોસાથ આપણા પ્રાચીન સંસ્કારો, પ્રાચીન ગરબાઓ, માતાજીના પૂજન અર્ચન માટે કલબ યુવીના પ્રારંભ થી જ રાસોત્સવના ગ્રાઉન્ડ પર કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાનું મંદિર બનાવાય છે. સમ્રગ નવરાત્રી મહોત્સવને ધર્મ સાથે જોડીને મહાઆરતી જેવા કાર્યકમો થકી નવરાત્રી ની ઉજવણી કરાય છે. જેમાં દરરોજ પૂજન આરતી બાદ જ રાસોત્સવનો પ્રારંભ કરાય છે. ખેલૈયાઓ માટે ટ્રેડીશ્નલ પારંપારીક વસ્ત્રો તેમજ ટાઇટ સીકયોરીટી નું આયોજન અમલી બનવાય છે.