શ્રી લાખાબાપુની જગ્યા (સોનગઢ) આસ્થા અને ગૌ સેવાનું પ્રતિક
ગેબી ગુણ અપાર, નર પામે ન કો પાર, ભજે ભાવ થકી લગાર, પલમાં પહોંચે કિરતાર. આ પંક્તિ ગેબી પરંપરાના ઈતિહાસને ઉજાગર કરે છે. ગેબી પરંપરાનો ઈતિહાસ 350 વર્ષ જૂનો છે. આ ગેબી પરંપરાની એક માળા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામે આવેલી છે. ગેબી પરંપરા અને નાથ સંપ્રદાયની શ્રી લાખાબાપુની જગ્યાના મહંત ભગત કિશોરબાપુ બિરાજે છે જે આ ગેબી પરંપરાને ખરા અર્થમાં દીપાવી રહ્યા છે.
ગેબી પરંપરાની જો વાત કરીએ તો આજથી 350 વર્ષ પહેલા ત્યારે કાઠિયાવાડની ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ ખૂબ જ સંઘર્ષમય વાતાવરણથી ઘેરાયેલી હતી. સૌરાષ્ટ્રના મધ્યમાં પંચાળ નામનું પરગણું આવેલું છે ત્યાં નાથ સંપ્રદાયના એક સાધુ જેઓનું નામ ગેબીનાથ તેમણે પંચાળની એક ગુફામાં ધુણો ધખાવ્યો.
- Advertisement -
પાંચાળની ધરતી પર અલખ જ્યોત જલાવનાર ગેબી પરંપરા: ગૌ પાલન, સદાવ્રત અને અનાથને આશરો
મહંત કિશોરબાપુનું અંગત જીવન
કિશોરબાપુના અંગત જીવનની વાત કરીએ તો તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે વર્ષ 1992-93માં રેસકોર્સમાં ઘોડાની હરિફાઈમાં પ્રથમ ક્રમે આવ્યા હતા. ગીર ગાય અને કાઠિયાવાડી અશ્ર્વોની પ્રજાતિ જળવાઈ રહે તે માટેના પ્રયાસો સતત કરી રહ્યા છે. પોતાને મળેવી ખેતીની જમીન પર જાતે જ ખેતી કરી રહ્યા છે. આ જગ્યા માટે પોતે ક્યારેય દાન માંગ્યું નથી. વર્તમાન સમયમાં ઊભા થતા જ્ઞાતિ વચ્ચેના ઘર્ષણોને સમાધાન તરફ લઈ જતા સમાજને કલુષિત થતા બચાવી રહ્યા છે.
સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના સોનગઢ ગામે આવેલી શ્રી લાખાબાપુની જગ્યા, જ્યાં મહંત કિશોરબાપુ બિરાજે છે
- Advertisement -
કિશોરબાપુ ભગતે વર્ષ 1992-93માં રાજકોટના રેસકોર્સમાં આયોજીત અશ્ર્વની હરિફાઈમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો
આ સાધુએ વિવિધ સમાજ અને જ્ઞાતિમાંથી પસંદ કરેલા શિષ્યોને અપનાવ્યા. તે પરંપરા ગેબી પરંપરા તરીકે જાણીતી થઈ. થાનગઢની બાજુમાં ગેબીનાથના ડુંગરા પર સોનગઢ ગામમાં એક જાદરા ભગત કરીને કાઠી રાજપૂત પરંપરા ગેબીનાથના કૃપાપાત્ર બન્યા. તેઓએ ત્યાં પોતાનું સ્થાનક ઊભું કર્યું. તેઓના પુત્ર ગોરખા ભગતે તે પરંપરા ચાલુ રાખી. તેઓને ત્યાં લાખાબાપુનો જન્મ થયો જે ખૂબ જ વિચક્ષણ બુદ્ધિના હતા તેઓની કુશાગ્ર બુદ્ધિથી તેઓ પૂજનીય બન્યા. લોકો તેમને શેષાવતાર માનતા તેઓના સ્વયંકક્ષમાં કાયમ તેઓની સાથે સર્પને સૂતેલા ઘણા લોકોએ જોયા હતા.
આ ગેબી પરંપરાના આદેશની 3 વાતો ગૌ પાલન, હરીહર (સદાવ્રત) અને અનાથને આશરો કે જે તે સમયે સમાજ માટે ખૂબ જ જરૂરી વિષય હતો. ત્યારપછી આપા લાખાને ત્યાં આપા ઉનડનો જન્મ થયો. તેઓએ પણ જૂના સૂરજદેવળની બાબતે લખતર સ્ટેટ સાથેની કાયદાકીય લડત પ્રિવિયસ કાઉન્સિલ લંડન સુધી લડીને જીતી બતાવી. તેઓને ત્યાં દાદા ભગત જન્મ્યા. તેઓએ આખી જીવન અલખની આરાધના કરવામાં વીતાવ્યું. તેઓને ત્યાં 2 પુત્રો થયા. ભગુ ભગત અને નાના ભગત. જૂનું સૂરજદેવળ ભગુ બાપુના ભાગમાં રહ્યું. નાના બાપુએ તે સમયે શિક્ષણ, વ્યસન મુક્તિ અને જુગાર, માંસાહાર જેવી પ્રવૃતિથી સમાજને અળગો રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો. તેઓએ સમાજના આગેવાનો સાથે મળીને બોટાદમાં શૈક્ષણિક સંકુલ ઊભુ કર્યું. તેમના પુત્ર બાબભાઈ બાપુએ ખેતી કરીને આવકના સ્ત્રોત ઊભા કર્યા. તેમના પુત્ર કિશોરબાપુ ભગત આ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે.