અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભની 26 ફેબ્રુઆરી સુધી 95 ટકા ટિકીટો બુક, ગુજરાતીઓ બસ મારફતે પ્રયાગરાજ મહાકુંભમાં જઇ શકશે
પ્રયાગરાજ મહાકુંભમાં જવા સૌ કોઈ આતુર છે. આ દરમ્યાન ગુજરાત સરકારમાં અમદાવાદથી પ્રયાગરાજની એસટી બસનું આયોજન કરવામાં આવ્યું છે. આ તરફ સમાચાર સામે આવ્યા છે કે, અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભની ટિકીટોનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ સાથે 26 ફેબ્રુઆરી સુધી 95 ટકા ટિકિટનું બુકિંગ નોંધાયું છે. નોંધનિય છે કે, અમદાવાદીઓ સરકારી બસના માધ્યમથી પ્રયાગરાજ પહોંચશે. આગામી 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ બસનું ગાંધીનગર સર્કિટ હાઉસથી પ્રસ્થાન કરાવશે.
- Advertisement -
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે રાજ્ય સરકારનો સકારાત્મક નિર્ણય કર્યો છે. ગુજરાતથી દરરોજ એક AC વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડશે. જેમાં 3 રાત્રિ / 4 દિવસનું પેકેજ, પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. 8,100 છે. આ તરફ હવે આજથી અમદાવાદથી પ્રયાગરાજ બસનું બુકિંગ શરૂ થયા બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, 26 ફેબ્રુઆરી સુધી 95 ટકા ટિકિટનું બુકિંગ નોંધાયું છે. નોંધનિય છે કે, તા.27મી જાન્યુઆરીથી 7 વાગ્યે ગીતા મંદિર એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એક એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે.
અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભની ટિકીટો બુક
- Advertisement -
અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભની ટિકીટો બુકિંગ થઇ રહી છે. જેમાં 26 ફેબ્રુઆરી સુધી 95 ટકા ટિકીટોની બુંકિગ થઈ ચૂકી છે. નોંધનિય છે કે, શહેરીજનો બસ મારફતે પ્રયાગરાજ મહાકુંભમાં જઇ શકશે. આ અંતર્ગત 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી પહેલી બસને લીલી ઝંડી આપશે. મહત્વનું છે કે, પહેલી બસ ગાંધીનગર સર્કિટ હાઉસથી ઉપડશે અને બાદમાં દરરોજ એક બસ સવારે 7 વાગ્યે રાણીપ બસ સ્ટેન્ડથી ઉપડશે. વિગતો મુજબ એક બસમાં 47 મુસાફરની કેપેસિટી છે. મહત્વનું છે કે, પેકેજમાં મુસાફરી અને રોકાણનો ચાર્જ રહેશે અને અન્ય ચાર્જ મુસાફરોએ ખર્ચ કરવો પડશે.