મહાદેવ એપનો ગુજરાતનો ઓપરેટર દિનેશ ભરવાડ વનૌટુ આઈલેન્ડ ભાગ્યો
સુપ્રીમને સોંપેલો લોઢા કમિટીનો રિપોર્ટ સીલ કવરમાં, પાંચ ક્રિકેટર્સના નામ અકબંધ
- Advertisement -
EDને બેન્ક એકાઉન્ટ પણ મળ્યા છે જેના આધારે તપાસ કરવામા આવી
ખાસ-ખબર સંવાદદાતા
મહાદેવ ઓનલાઇન બેટીગ એપની ઇડીની તપાસમાં ગુજરાતના એક હજાર એકાઉન્ટ મળ્યા છે. ઇડીને બેન્ક એકાઉન્ટ પણ મળ્યા છે જેના આધારે તપાસ કરવામા આવી રહી છે. મહાદેવ એપના પ્રમોટરો સૌરભ ચંન્દ્રાકર અને રવિ ઉત્પલ હાલ દુબઇ છે પણ તેના માટે ગુજરાતમાં કામ કરતો ઓપરેટર દિનેશ ભરવા ઉર્ફે દિનેશ ખંભાતા 6 કરોડ રૂપિયા ખર્ચીની વનૌટુ આઇલેન્ડમાં જતો રહ્યો છે. આ સિવાય ગુજરાતના પાંચ બુકીઓ પણ સિટીઝનશીપ મેળવીને આઇલેન્ડ ભાગી જતા ગુજરાત અને કેન્દ્રની એજન્સીઓ ઉઘતી ઝડપાઇ ગઇ છે. 50 હજાર કરોડથી વધારેના મહાદેવ ઓનલાઇન સટ્ટાબેટીગની એપના કૌભાડની તપાસ ઇડી ચલાવી રહી છે જેમાં બુકીઓની સાથે બોલીવુડની હસ્તીઓ અને ક્રિકેટરોની પણ સંડોવણીની તપાસ ચાલી રહી છે. જસ્ટિસ લોઢા કમિટિના રિપોર્ટમાં પાંચ ક્રિકેટરોના સટ્ટાબેટીગમાં સંડોવણી હોવા છતાં પાંચ દબાવી દેવામા આવ્યા છે. ગુજરાત અને મુંબઇના મોટા બુકીઓ જીતેન્દ્ર પટેલ, બિશ્વાસકુમાર સિન્હા, પારીતોષ પટેલ, પ્રતીક વર્મા, નરેશ શાહ દેશ છોડીને ભાગી ગયા છે. આ બુકીઓ અમદાવાદમાં મણિનગર વિસ્તારના બુકી કાઠીકાકા પાસે સટ્ટાબેટિગનું કટ્ટિગ કરાવતા હતા.
મહાદેવ એપ બનાવીને પ્રમોટર સૌરભ ચંન્દ્રાકર અને બુકીઓને દેશના 70 સેન્ટરોમાં ઓપરેટરો નક્કી કરવા દુબઈમાં મિટિંગ કરી હતી. ત્યારબાદ બાદ તમામ બુકીઓને રાજ્ય પ્રમાણે હવાલા આપી દેવાયા હતા. પ્રમોટરે દુબઇની હસ્તીઓ મારફત ડોન દાઉદના ભાઈ મુસ્તકીમ ઇબ્રાહિમ કાસકર સાથે મિટિંગ કરીને મહાદેવ એપની વાત કરી હતી. ડોનને રસ પડતા દુબઇથી ઓપરેટ કરવા રક્ષણ આપવાની વાત કરીને બીજી એપ પાકિસ્તાન માટે બનાવી આપવાની વાત કરી હતી.