ભવનાથ મંદિર સહિત ધર્મ સ્થાનોમાં ધ્વજારોહણ મેળાનો પ્રારંભ
દેશ-વિદેશથી સાધુનું મેળામાં આગમન
- Advertisement -
પ્રથમ દિવસે 50 હજારથી વધુ ભાવિકો મેળામાં
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં આદિ અનાદિ કાળથી મહા શિવરાત્રીનો મેળો યોજાય છે અને પ્રતિ વર્ષ 10 જેટલી સંખ્યામાં ભાવિકો ભક્તિ, ભજન અને ભોજન સાથે મેળાની મોજ માણે છે ત્યારે આજે મહાશિવરાત્રી મેળાનો મહા વદ નોમથી ભવનાથ મંદિર ખાતે સાધુ સંતો પદાઅધિકારી અને વહીવટી તંત્રના અધિકારીની ઉપસ્થિતિમાં ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું અને હર હર મહાદેવ નાદ સાથે તળેટી ગુંજી ઉઠી હતી અને મહા શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. મહા શિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થતા દેશ વિદેશ થી નાગા સંન્યાસી સાધુ ભવનાથ તળેટી ખાતે પોતાની ધુણી ધખાવી મહાદેવની આલેખ જગાવી છે.
આજથી શરુ થયેલ શિવરાત્રી મેળામાં પ્રથમ દિવસે 50 હજાર થી વધુ લોકો ભવનાથ તળેટીમાં શિવરાત્રી મેળો માણવા ઉમટી પડ્યા મેળામાં આવતા લાખો ની સંખ્યા ભાવિકો માટે ઉતારા મંડળ દ્વારા ભોજન વ્યવસ્થા શરુ ભવનાથ તળેટી સહીત ની જગ્યામાં 200 જેટલા અન્નક્ષેત્ર ધમધમવા લાગ્યા અને હરિ હર ના નાદ સાથે ભાવિકો ભજન ભોજન સાથે ભક્તિનો મેળો માણવા ભવનાથ તરફ પ્રયાણ શરુ કર્યું. વહીવટી તંત્ર દ્વારા મેળામાં આવતા ભાવિકોને કોઈ અગવડતા ઉભી ના થાય તેના માટે અધિકારી અને કર્મચારી આજથી ખડે પગે જોવા મળશે જેમાં ખાસ લાઈટ, પાણી,અને સફાઈ સહીત ની સુવિધા પુરી પાડવામાં આવેછે ત્યારે એસટી વિભાગ દ્વારા ભવનાથ તળેટી મેળામાં જવા માટે ખાસ એસટીની બસો રાઉન્ડ ધ ક્લોક ચાલુ રેહશે તેની સાથે રાજકોટ સહીત અન્ય જિલ્લા અને તાલુકામાંથી પણ ખાસ એસટી બસો ફલાવામાં આવી છે.
- Advertisement -
ભવનાથ મંદિર સહિત અખાડા ઘ્વજારોહણ
ભવનાથ તળેટીમાં યોજાતા મહા શિવરાત્રી મેળો ચાર દિવસ ચાલશે જેનો પ્રારંભ ભવનાથ મંદિરના મહંત હરીગીરી મહારાજ સાથે મુક્તાનંદ બાપૂ, હરિહરાનંદબાપૂ, શેલજા દેવી, મહેન્દ્ર ગીરી બાપુ સહિતના મેયર ગીતાબેન પરમાર, ડે. મેયર ગીરીશ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા સહીતના વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો.