દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે વિશ્ર્વબંધુત્વ દિવસ પર વિશાળ અભિયાન
ખાસ-ખબર ન્યૂઝ વિરપુર
યાત્રાધામ વિરપુરના બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે આવતી 25 ઓગસ્ટે સવારે 9 થી બપોરે 1.30 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન દ્વારા દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ અને વિશ્વબંધુત્વ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે.
- Advertisement -
આ વિશાળ રક્તદાન અભિયાન દેશવ્યાપી છે, જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા દ્વારા 17 ઓગસ્ટે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્તરે શરૂઆત કરવામાં આવી છે. ભારત તથા નેપાળના તમામ રાજ્યોમાં આ અભિયાન અંતર્ગત બ્રહ્માકુમારીના સેવા કેન્દ્રોમાં રક્તદાન કેમ્પો યોજાઈ રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં જ 400 જેટલા સેવા કેન્દ્રો પર રક્તદાન મહાદાન શિબિર યોજાશે, જેમાં લાયન્સ ક્લબ તથા રોટરી ક્લબ પણ સહભાગી બનશે. અમદાવાદમાં 50 થી વધુ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાવાના છે, જ્યારે વિરપુર ખાતે વિશેષ મહારક્તદાન કેમ્પથી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. વીરપુર બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા બહેનોનું આહવાન છે કે મોટી સંખ્યામાં લોકો રક્તદાન અભિયાનમાં જોડાઈ દાદી પ્રકાશમણીજીને શ્રદ્ધાંજલિ અર્પે અને વિશ્વબંધુત્વના સંદેશને આગળ વધારે.