ડૉ. દસ્તુર માર્ગ ખાતે ભૂદેવ સેવા સમિતિ દ્વારા સતત 17માં વર્ષે ગણેશોત્સવનું આયોજન
મહાઆરતી બાદ અલગ અલગ દેશી વૃક્ષોના બીજનું વિતરણ કરવામાં આવ્યું
મહોત્સવમાં પ્રથમ દિવસે વિઘ્નહર્તાના આશીર્વાદ લેતા રાજકોટના સાંસદ રૂપાલા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભૂદેવ સેવા સમિતિ દ્વારા સતત 17માં વર્ષે રાજકોટના હાર્દ સમા ડો યાજ્ઞિક રોડ જાગનાથ પોલીસ ચોકી પાસે ડો દસ્તુર માર્ગ ખાતે રાજકોટ કા મહારાજા ગણેશ મહોત્સવનો ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ કા મહારાજાની મહા આરતી દરરોજ રાત્રીના આઠ વાગ્યે કરવામાં આવે છે. આ મહા આરતી નો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે તે માટે મહા આરતી દરરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ ઘર બેઠા પણ નિહાળી શકશો.ભૂદેવ સેવા સમિતિના સ્થાપક અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય તેજસભાઈ ત્રિવેદીએ જણાવ્યુ કે રાજકોટ કા મહારાજા ગણેશોત્સવના પ્રથમ દિવસે બપોરે 4:00 વાગ્યે ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિની પ્રતિષ્ઠા સમયે પ્રખર શાસ્ત્રી ભાગવત આચાર્ય જયભાઈ ત્રિવેદી દ્વારા શુભ મુહર્તમાં વૈદિક મંત્રોચ્ચાર અબીલ ગુલાલ પૂજા અર્ચના દ્વારા કરવામાં આવી હતી અને વાજતે ગાજતે દાદાની ઝાંખી ભક્તોએ કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આજે ગુરુવારે બીજા દિવસે રાજકોટ કા મહારાજાના ગણેશ મહોત્સવમાં સાંજે દત્ત બાવનીના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો દરેક તો ભક્તજનોને લાભ લેવા અનુરોધ છે.
રાજકોટ કા મહારાજાની પ્રથમ દિવસની મહા આરતીમાં રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહી વિઘ્નહર્તાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ પરિવાર, કચ્છના પ્રભારી સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ કશ્યપભાઈ શુક્લ, એડવોકેટ અંશભાઈ ભારદ્વાજ પરિવાર, એડવોકેટ મનીષભાઈ ભટ્ટ, પૂર્વા કુલપતિ ડો કમલેશભાઈ જોશીપુરા તથા રાજકોટના પ્રથમ મહિલા મેયર ડો.ભાવનાબેન જોષીપુરા, રાજકોટ નાગરિક બેન્કના ચેરમેન દિનેશભાઈ પાઠક, ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રહ્મ સમાજ રાજકોટના કમલેશભાઈ જોશી, મહેશભાઈ ત્રિવેદી, પરાગ ભટ્ટ, જનાર્દનભાઈ આચાર્ય, લલિતભાઈ રાવલ તેમજ મોરબી વાંકાનેર બ્રહ્મસમાજ રાજકોટ રાજુભાઈ દવે, હરેશભાઈ ભટ્ટ, નયનભાઈ ઠાકર, ધર્મેશભાઈ પંડ્યા, અલ્કેશભાઇ દવે, ગીરીશભાઈ દવે, આદિત્ય ભટ્ટ તેમજ હળવદ મિત્ર મંડળ રાજકોટ જયેશભાઈ જાની, હર્ષદભાઈ વ્યાસ બાજ ખેડાવાળ બ્રહ્મસમાજના પ્રમુખ જનકભાઈ મહેતા તેમજ ઝાલાવાડ 17 તાલુકા ભગની મંડળ સુરભીબેન આચાર્ય, પોલીસ ઇન્સ્પેકટર ભરતભાઈ રાજગોર, રાજેશભાઈ વ્યાસ, દિવ્યેશભાઈ દવે, અનુપમભાઈ દોશી, ભાજપ કાર્યાલય મંત્રી શેલેષભાઈ દવે, જીગ્નેશભાઈ જાની, કચ્છ માંડવીથી ખાસ પધારેલા રાજેશભાઈ ભટ્ટ, જ્યોતીન્દ્રભાઈ પંડ્યા, ભાજપ મહિલા મોર્ચાના મહામંત્રી રાવલબેન અને મહિલા મોર્ચાની ટીમ ઉપસ્થિત રહી હતી.