સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં લઘુમતી સમાજમાં કેસરીયો લહેરાયો
આગામી જીલ્લા પંચાયત/તાલુકા પંચાયતની ચુંટણી પૂર્વે માંગરોળ તાલુકામાં કોંગ્રેસનું ગઢ ગણાતું ગામ શેખપુર કે જ્યાં ફકત લઘુમતી સમાજની જ ૨૫૦૦ થી વધુ વસ્તી છે અને ૧૫૦૦ થી વધુ મતદારો છે તે શેખપુર ગામ આખે આખું ગામ ભાજપમાં જોડાય જતાં કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે.

માંગરોળ ઓ.જી. જીલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ હુસેનાબાદ તાલુકા પંચાયત સીટમાં હુસેનાબાદ, શેખપુર, શેપા, ચોટલી વીડી ગામોનો સમાવેશ થાય છે. જેમાં શેખપુર ગામમાં ફકત સંધી મુસ્લીમ સમાજની જ વસ્તી છે. આ ગામ કોંગ્રેસનું ગઢ ગણાતું હતું. પરંતુ આ વિસ્તારના લોકપ્રિય સાંસદ રાજેશભાઈ ચુડાસમા, માજી ધારાસભ્ય અને જીલ્લા મહામંત્રી ભગવાનજીભાઈ કરગટીયા, જીલ્લા પંચાયતના માજી પ્રમુખ સેજાભાઈ કરમટા અને રામભાઈ કરમટા, જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હુસેનભાઈ દલ, જીલ્લા સંધી મુસ્લીમ સમાજના પ્રમુખ કારાભાઈ સાંધ અને માંગરોળ તાલુકા ભાજપના હોદેદારોના પ્રયત્નોથી તથા ભાજપ સરકારની વિકાસ લક્ષી કામગીરીથી પ્રેરાઇને શેખપુર ગામનાં સરપંચ હાસમભાઈ ખેભર અને શેખપુર ગામના મુસ્લીમ સમાજના પ્રમુખ જુસબભાઈ ખેભર તથા અકબરભાઈ ખેભર વિગેરે આગેવાનો સહીત ગ્રામ પંચાયતની આખી બોડી અને શેખપુર આખું ગામ આજે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ભગવાનજીભાઈ કરગટીયા, હુસેનભાઈ દલ, કારાભાઈ સાંધ, રામભાઈ કરમટા વિગેરે આગેવાનોના હાથે કેસરી ખેસ ધારણ કરી ભાજપમાં જોડાય જતાં માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લઘુમતી સમાજમાં કેશરીયો લહેરાયો છે.
શેખપુર ગામે મળેલ આજની બેઠકમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ભગવાનજીભાઈ કરગટીયા, રામભાઈ કરમટા, હુસેનભાઈ દલ, માનસીંગભાઈ ડોડીયા, શેખપુરના રફીકભાઈ ખેભર વિગેરેએ પ્રાસાંગીક પ્રવચનો કર્યા હતા. મીટીંગનું સંચાલન તાલુકા ભાજપ મહામંત્રી બાલુભાઈ કોડીયાતરે કર્યું હતું.
આ મીટીંગમાં તાલુકા ભાજપ પ્રમુખ દાનભાઈ બાલસ, તાલુકા મહામંત્રી બાલુભાઈ કોડીયાતર અને પરબતભાઈ જોટવા, જીલ્લા અનુ. જનજાતી મોરચાના મહામંત્રી દાનાભાઈ ખાંભલા, જીલ્લના પૂર્વ ઉપ પ્રમુખ માનસીંગભાઈ ડોડીયા, અવસર વાળા હુસેનભાઈ દલ, હબીબભાઈ દલ, રફીકભાઈ દલ, અકબરભાઈ ખેભર, લાખા સાહેબ, શેખપુરના સરપંચ હાસમભાઈ ખેભર સહીતના શેખપુર ગામના આગેવાનો તેમજ તાલુકા ભાજપના મુખ્ય આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.