જુનાગઢ રેન્જના આઇ.જી.પી.મનીન્દર પવાર તથા જુનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી ની સુચના મુજબ તથા ના.પો.અધિ. જે.ડી.પુરોહીત તથા સી.પી.આઇ. એન.આઇ.રાઠોડ નાઓના માર્ગદર્શન મુજબ મિલકત સંબંધિત ગુન્હાઓ ન બને તે માટે સતત પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગ કરવાનું તેમજ જે મિલકત સંબંધિત વણશોધાયેલ ગુન્હાઓ હોય તેને શોધી કાઢવા માટે ટીમ બનાવી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને માંગરોળ પો.સ્ટે . ગુ.ર.નંબર ૧૧૨૦૩૦૩૮૨૧૦૦૨૭ IPC કલમ ૪૫૭ , ૩૮૦ , ૧૧૪ મુજબના કામનો ગુન્હો ગુન્હાના કામે ફરીયાદી તલ્હાભાઇ અબ્દુલ કાદીરભાઇ ઉદીયા રહે.માંગરોળ વાળાના માલીકીના ડેલામાંથી એ.સી. નંગ -૦૩ ( ત્રણ ) કિ.રૂ. ૬૪,૦૦૦ / – ની ચોરી કરી લઇ ગયેલ હોય , અને ઉપરોક્ત ગુન્હો રજી.થતા સદરહુ ગુન્હાની તપાસ PSI વિ.યુ.સોલંકી નાઓ ચલાવતા હોય અને બાદ આ કામે બનાવવાળી જગ્યાની આજુબાજુના CCTV ફુટેજ તથા ટેકનિકલ સેલ માધ્યમથી તથા અંગત બાતમીદારો દ્વારા સદરહુ ગુન્હાના મુળ સુધી પહોંચી , આ કામે ચોરી કરનાર ઇસમ સોયબભાઇ મહમદહુસેન હલાણી રહે.માંગરોળ વાળાને ઉપરોક્ત ગુન્હાના કામે ચોરી થયેલ મુદામાલ સાથે અને ગુન્હામાં ઉપયોગમાં લીધેલ મારૂતી કાર નેનો નંબર GJ – 11-5-7791 ની સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે . અને સદરહુ ગુન્હામાં મુખ્ય આરોપીને મદદગારી કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોરને ડીટેન કરવાની કાર્યવાહી કરવામાં આવશે . પકડાયેલ આરોપી સોયબભાઇ મહમદહુસેન હલાણી ઉ.વ .૨૫ રહે.માંગરોળ ચોરીમાં ગયેલ મુદામાલ એ.સી. નંગ -૦૩ ( ત્રણ ) કિ.રૂ. ૬૪૦૦૦/ રીકવર કરેલ મુદામાલ એ.સી. નંગ -૦૩ ( ત્રણ ) કિ.રૂ. ૬૪,૦૦૦ / કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ આ કામગીરીમાં પો.સબ ઇન્સ . વિ.યુ.સોલંકી તથા પો.હેડ.કોન્સ આઇ.એચ.રૂમી તથા એ.એચ.હેરભા તથા પો.કોન્સ . ઇન્દ્રજીતસિંહ રણવીરસિંહ ઝાલા તથા પ્રિતેશભાઇ ગજેન્દ્રસિંહ દયાતર તથા મેરામણભાઇ રામાભાઇ વાળા કેતનભાઇ મગનભાઇ મકવાણા તથા દીલાવરસીંહ વાલાભાઇ મોરી વિગેરે પો.સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
અહેવાલ- ઇમરાન બાંગરા, માંગરોળ


