જુનાગઢ રેન્જના આઇ.જી.પી. મનીન્દર પવાર તથા જુનાગઢ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટીની સુચના મુજબ તથા ના.પો.અધિ. જે.ડી.પુરોહીત તથા સી.પી.આઇ. શ્રી એન.આઇ.રાઠોડ નાઓના માર્ગદર્શન મુજબ વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને માંગરોળ પો.સ્ટે . ગુ.ર.નંબર ૧૧૨૦3૦૩૮૨૧૦૦૨૨ IPC કલમ ૩૦૪ ( અ ) વિગેરે મુજબના કામનો ગુન્હો તા .૦૭ / ૦૧ / ૨૦૨૧ ના કલાક ૧૯/૩૦ વાગ્યે જાહેર થયેલ અને સદરહુ ગુન્હાના કામે એક અજાણ્યા વાહન ચાલક ફરીયાદી બિલેભાઇ નજયાભાઇ મુસલદે જાતે આદીવાસી ઉ.વ .૨૮ રહે . હાલ ગોરેજ તા.માંગરોળ વાળાના પિતાનું સુલતાનપુર વાછરા વડલીથી માંગરોળ જતા રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારી ભરી રીતે ચલાવી ફરી.ના પિતાને હડફેટે લઇ શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ કરી ફરી.ના પિતાનું મોત નિપજાવી પોતાનું વાહન લઇ નાશી ગયેલ હોય અને જે બાબતની ફરીયાદ ઉપરોક્ત નંબરથી રજી.થતા અને સદરહુ ગુન્હાની તપાસ PSા શ્રી વિ.યુ.સોલંકી નાઓ ચલાવતા હોય અને ઉપરોક્ત ગુન્હો અનડીટેક્ટ હોય જેથી આ કામે CCTV ફુટેજ તથા ટેકનિકલ માધ્યમથી તથા અંગત બાતમીદારો દ્વારા સદરહુ ગુન્હાના મુળ સુધી પહોંચી અને આ કામે અકસ્માત કરી નાશી જનાર ઇસમ રામભાઇ રાણાભાઇ નાજબારી રહે પાટરામાં તા.મેંદરડા વાળાને પકડી અને અકસ્માત કરનાર વાહન ડમ્પર નં . GJ – 07 – UU – 8828 નું વાહન કબ્ધ કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપી ( ૧ ) રામભાઇ રાણાભાઇ નાજબારી જાતે ગઢવી ઉ.વ .૨૫ ધંધો ડ્રાઇવિંગ રહે.પાટરામાં તા.મેંદરડા કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ આ કામગીરીમાં પો.સબ ઇન્સ . વિ.યુ.સોલંકી તથા પો.હેડ.કોન્સ આઇ.એચ.રૂમી તથા એ.એચ.હેરભા તથા પો.કોન્સ . ઇન્દ્રજીતસિંહ રણવીરસિંહ ઝાલા તથા પ્રિતેશભાઇ ગજેન્દ્રસિંહ દયાતર તથા મેરામણભાઇ રામાભાઇ વાળા તથા કેતનભાઇ મગનભાઇ મકવાણા તથા દીલાવરસીંહ વાલાભાઇ મોરી વિગેરે પો.સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે .


