રાત્રે 2.51 મિનિટે લાગેલા આંચકાથી લોકો સફાળા જાગી ગયા
પાકિસ્તાનમાં 4.5ની તીવ્રતાનો ધરતીકંપ સવારે 5.14 વાગે થયો, ક્વેટા, મુલ્તાન, ભાવલપુર, રહીમ યાર ખાન પણ ધ્રુજી ઉઠયાં
- Advertisement -
નેપાળ, બિહાર અને પાકિસ્તાનમાં ગઇકાલે રાતથી આજે સવાર સુધીમાં ધરા ધ્રુજી હતી. આજે રાત્રે 2.51 મિનિટે મધ્ય નેપાળમાં 6.1ની તીવ્રતાનો ધરતીકંપ લાગ્યો હતો. તેનું એપી સેન્ટર સિંધુ પાલ ચોકમાં હોવાનું જાણવા મળ્યું છે, જે એ જિલ્લાનાં ભૈરવ કુંડા આસપાસ હતું. તેમ ધ નેશનલ અર્થક્વેક મોનિટરિંગ એન્ડ રીસર્ચ સેન્ટરની વેબસાઇટે જણાવ્યું હતું. આ ભૂકંપથી કોઈ જાનહાની થયાના કે માલ મિલ્કતને થયેલાં નુકસાનના સમાચારો આજે સવાર સુધી પ્રાપ્ત થયા નથી.
ભૂકંપથી ઉત્તર બિહારના પણ વિશાળ વિસ્તારો ધ્રુજી ઉઠયા હતા.
આ ઉપરાંત, રીસર્ચ સ્કેલ ઉપર 4.5ની તીવ્રતાનો ભૂકંપ પાકિસ્તાનના બલુચિસ્તાન અને પંજાબની દક્ષિણ પશ્ચિમે રહેલા મુલ્તાન પ્રદેશમાં પણ આવ્યો હતો. આજે સવારે ૫.૧૪ મિનિટે લાગેલા આ ભૂકંપના આંચકાથી ક્વેટા, મુલ્તાન, ભાવલપુર, રહીમયાર ખાન ધ્રુજી ઉઠયાં હતાં. જો કે આ ભૂકંપની તીવ્રતા પ્રમાણમાં ઓછી હોવાથી કોઈ જાન માલની નુકસાનીની સંભાવના નહીવત છે. નેપાળમાં નુકસાન થયું હોય તેવી પૂરી શક્યતા છે.
- Advertisement -
આ ધરતીકંપથી નેપાળના પૂર્વ અને મધ્યના વિસ્તારોમાં ભારે અસર થઇ હોવાનું તજજ્ઞાો જણાવે છે. આ ધરતીકંપ ઉત્તરે તિબેટમાં અને પશ્ચિમ ઉત્તર ચીનમાં પણ લાગ્યો હતો. તેમજ ઉત્તર બિહાર પણ ધ્રુજી ઉઠયું હતું. આથી કેટલી જાનહાની થઇ હશે કે માલ મિલકતને કેટલું નુકસાન થયું હશે તે જાણવા દરેક સ્થળોની સ્થાનિક બચાવ ટુકડીઓ કાર્યરત બની ગઈ છે.
નેપાળમાં તો વારંવાર ધરતીકંપો થતા રહે છે. તેથી સત્તાવાળાઓએ આફ્ટર શોક્સ અંગે જનતાને સતત સતર્ક રહેવા સલાહ આપી છે.