માઘ મેળામાં આજે ગંગા, યમુના તથા અદશ્ય સરસ્વતી નદીના સંગમ પર લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. મૌની અમાવસ્યા હોવાથી ડુબકી લગાવી હતી. મધરાતથી જ હજારો લોકો ઉમટવા લાગ્યા હતા. આજે પારંપારીક વિધી સાથે જ પવિત્ર સંગમ સ્થળે ડુબકી લગાવી હતી.ર્માં ગંગાની પૂજા કરીને દીપદાન અર્પણ કર્યું હતું.
કડકડતી ઠંડીમાં પણ શ્રધ્ધાળુઓની આસ્થા અડગ હતી અને ઉત્સાહમાં કોઈ કમી માલુમ પડી ન હતી. પવિત્ર સ્નાનનો દિવસ હોવાથી માઘમેળામાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. અર્ધ લશ્કરી દળો તૈનાત કરાયા હતા.દૂર્ઘટના ન બને તે માટે તરવૈયા જવાનો પણ સામેલ હતા. સર્વાર્થ સિદ્ધિ યોગમાં ડુબકી લગાવવા જબરી ભીડ થઈ હતી.
- Advertisement -
#WATCH | Devotees offer prayers and take holy dip in river Ganga on the occasion of 'Mauni Amavasya' in Varanasi, Uttar Pradesh pic.twitter.com/mG1PxpmKb9
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 21, 2023
- Advertisement -
શ્રધ્ધાળુઓનો સાગર ઉમટયો હતો. ત્યારે મોડીરાત્રે વરસાદ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.વરસાદમાં ભીંજાવા વચ્ચે પણ કડકડતી ઠંડીમાં પવિત્ર ડુબકી સ્નાન કર્યું હતું. વરસાદ અર્ધો કલાક ચાલુ રહ્યો હતો અને તેમાં શિબિરો ચિંથરેહાલ થઈ હતી.