– રાજયોની કેટેગરીમાં મધ્યપ્રદેશ મોખરે
સ્વચ્છ શહેર તરીકે સળંગ છ વર્ષથી ઓળખ ધરાવતા મધ્યપ્રદેશનું ઈન્દોર હવે સ્માર્ટસીટીમાં પણ નંબર-વન બન્યુ છે જયારે સ્માર્ટ રાજયમાં મધ્યપ્રદેશ નંબર-વન છે. સ્વચ્છતા માટે જાણીતા ઈન્દોરને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ‘નેશનલ સ્માર્ટ સીટી એવોર્ડ’ના લિસ્ટમાં મોખરાનું સ્થાન મળ્યું છે.
- Advertisement -
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી સ્પર્ધાની ચોથી આવૃતિમાં 100 સ્માર્ટ સીટીમાંથી ઈન્દોર પહેલું સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. ગુજરાતમાંથી સુરતને બીજો ક્રમ મળ્યો છે, જયારે આગ્રા ત્રીજા સ્થાને રહ્યું છે. ‘ઈન્ડિય સ્માર્ટ સીટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ ની ચોથી આવૃતિના 2022 માટેનું પરિણામ શુક્રવારે જાહેર કરાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશમાં ઈન્દોર ખાતે જ આઈએસએસી 2022ના એવોર્ડસ એનાયત કરશે. રાજયોમાં મધ્યપ્રદેશ અને તામિલનાડુને ઉત્તમ પ્રદર્શન માટે અનુક્રમે પહેલું અને બીજું સ્થાન મળ્યું છે.
જયારે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સંયુક્ત રીતે ત્રીજા ક્રમે રહ્યા છે. કેન્દ્રશાસીત પ્રદેશોમાં ચંદીગઢ મોખરે રહ્યું છે. સ્માર્ટ સીટીઝ મીશન (એસસીએમ)ની શરૂઆત 2015માં 25 જૂને કરવામાં આવી હતી. તેનો હેતુ ‘સ્માર્ટ સોલ્યુશન્સ’ની મદદથી નાગરિકોને કોર ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્વચ્છ અને ટકાઉ પર્યાવરણનો માહોલ પુરો પાડવાનો તેમજ જીવનની ગુણવતામાં સુધારો કરવાનો હતો. આઈએસએસી 2022 માટે 80 સ્માર્ટ સીટી તરફથી 845 નોમીનેશન મળ્યા હતા.
- Advertisement -