ખાસ-ખબર સંવાદદાતા
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ સિરામિક પ્લાઝા 1 અને 2 માં 50 જેટલી ઓફિસો-દુકાનો અને બાદમાં શક્તિ ચેમ્બરમાં આવેલી 20 થી વધુ ઓફિસો અને દુકાનોમાં ચોરી કરીને પોલીસને પડકાર ફેંકયો હતો જેથી મોરબી સિટી બી ડિવિઝન પીઆઈ સહિતની પોલીસ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તે દરમિયાન બુધવારે રાત્રીના બી ડિવિઝન પોલીસ સ્ટાફને સચોટ બાતમી મળી હતી કે, આ ચોરીને અંજામ આપનાર શખ્સ મધ્યપ્રદેશનો રહેવાસી અમિત શેરસિંહ રાવત છે જે રખડતી ભટકતી હાલતમાં મળી આવતા પોલીસ ટીમે તેને દબોચી લીધો હતો અને આગળની કાર્યવાહી અર્થે કોર્ટમાં આ આરોપીને રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર
કર્યા હતા.