ચિલ્ડ્રન ક્રિએટીવીટી ડેવલપમેન્ટ સોસાયટીના નેજા હેઠળ અનેક કલાકારોએ ભાગ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
- Advertisement -
વિવિધ ક્ષેત્રે સામાજિક સેવાયજ્ઞ પ્રજ્વલ્લિત કરી રહેલી સેવાભાવી સંસ્થા મધુરમ કલબ સંચાલિત ચિલ્ડ્રન ક્રિએટીવીટી ડેવલપમેન્ટ સોસાયટી (એમ.સી.સી.) રાજકોટ દ્વારા તાજેતરમાં વિવિધ વયજૂથના બાળકો માટે સિંગિંગ કોમ્પીટીશન યોજવામાં આવી હતી અને તેમાં મોટી સંખ્યામાં ઉભરતા કલાકારોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલા બાળ કલાકારોને વિવિધ મહાનુભાવોના હસ્તે આકર્ષક ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પુજારા ટેલીકોમનાં યોગેશભાઈ પુજારા, બિલ્ડર કિરીટભાઈ પટેલ, જીનીયસ સ્કુલનાં ડી. વી. મહેતા, જૈન અગ્રણી સુનીલભાઈ શાહ, સનાતન ધર્મરક્ષક સમિતિના અધ્યક્ષ વિજયભાઈ વાંક, સામાજિક અગ્રણી યોગીનભાઈ છનીયારા, એડવોકેટ કેયુરભાઈ રૂપારેલ, સંગીત તજજ્ઞ બલરાજભાઈ ચૌધરી, મનીષભાઈ પટેલ, સુરેશભાઈ વેકરીયા, ડો. પારસ શાહ, ડો. મનીષ પાઠક, કરણી સેનાનાં આશાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કોમ્પિટિશનમાં ગ્રુપ-એ (6થી 10 વર્ષ)માં પહેલા નંબરે હર્શિવ કોટેચા, બીજા નંબરે આદિત્ય હરિયાણી અને ત્રીજા નંબરે જેસિકા ડ્લીમા વિજેતા થયા હતા.
ગ્રુપ-બી (11થી 14 વર્ષ)માં પ્રથમ નંબરે પ્રીન્સી ચાવડા, બીજા નંબરે તનુજા કાકૈયા અને ત્રીજા નંબરે સંધ્યા ગોસ્વામી તથા સી ગ્રુપ (15થી 18/19)માં પ્રથમ ધાર્મિક ઢાંકેચા, બીજા નંબરે કહાન વર્મા અને ત્રીજા નંબરે સારંગ કાચા વિજેતા બન્યા હતા. આ તમામને મધુરમ કલબના હોદેદારો અને મહાનુભાવોએ અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મધુરમ કલબના હોદ્દેદારો પરેશભાઈ વાઘાણી, સંદીપભાઈ કલ્યાણી, આશિષભાઈ મહેતા, અમિતભાઈ ભીંડે, અમિતભાઈ રૂપારેલીયા, મનીષભાઈ કક્કડ, નયનભાઈ જીવરાજાની, પ્રદીપભાઈ તન્ના, વિરાજભાઈ દવે, રાજેશ દાવડા, પ્રતિમાબેન વ્યાસ, માયાબેન મણીયાર, પુષ્પાબેન રાઠોડ, શિલ્પાબેન પુજારા, માલાબેન પાઠક, જલ્પાબેન ઠકરાર, વિશાખા વસાણી, રિયા કલ્યાણી, કૃષા ભીંડે, પ્રિયાંશ મહેતા અને શ્યામ રૂપારેલીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.