વંથલી જુનાગઢ રોડ પર ગાંડા બાવળનું સામ્રાજય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
વંથલી જુનાગઢ રોડ પર કોયલી ફાટક ઓવરબ્રિજથી વાડલા ફાટક સુધી રસ્તા પર બંને સાઈડ પર ગાંડા બાવળ રસ્તા પર આવી જવાને કારણે અકસ્માત સર્જાવાની ભીતિ સર્જાય છે ખાસ કરીને આ રસ્તા પર અનેકવાર જીવલેણ અકસ્માતો સર્જાય ચૂક્યા છે આ બાવળ રોડ પર આવી જવાને કારણે બાઈક ચાલકોને રસ્તા વચ્ચે ચલાવવી પડે છે
- Advertisement -
આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં આ બાવળને દુર કરવાની તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી જેને લઇ લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે અને ભવિષ્યમાં કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં આ ગાંડા બાવળને દૂર કરવા લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે આ રસ્તા પર અનેકવાર રાજકીય નેતાઓ, ધારાસભ્ય, સંસદસભ્ય પસાર થતાં હોય તેમની નજરમાં લોકોની આ સમસ્યા ધ્યાનમાં નહિ આવી હોય કે તેઓ પણ આંખ આડા કાન કરી રહ્યા છે તેવા સવાલો લોકો પૂછી રહ્યા છે.