જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક જામ.ગ્રામ્ય વિભાગ ફણાલ દેસાઇ સાહેબ તથા ધ્રોલ સર્કલ પોલીસ ઇન્સપેક્ટર એ. જે.પટેલ સાહેબ નાઓએ પ્રોહી/જુગારની પ્રવૃત્તી સદંતર નાબુદ કરવા અંગેની માર્ગદશન તથા સુચન આપેલ.
જે આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પો સબ.ઇન્સ. એચ.વી પટેલ સાહેબે આપેલ સુચના અને માર્ગદર્શ દ્વારા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી/જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખરેડી ગામે પહોચતા સાથેના PC જયદીપભાઇ રમેશભાઇ જેસડીયા નાઓને બાતમી હકિકત મળેલ કે ખરેડી ગાર્મ સતી માતાજીના મંદીર પાછળ આંગડવાડીની બાજુમા વાડીમા વિનોદ ઉફં બોસ ઘેલાભાઇ ધામેયા તથા દીનેશ ગુલજીભાઇ ડામોર બન્ને જણા ગે.કા. પોતાના કબજામાં ભારતીય બનાવટનો ઇગ્લીંશ પીવાના દારૂની બોટલો એક પાકા મકાનમા રાખેલ છે જે હકિકત આધારે સદર જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા આરોપી (૧) વિનોદ ઉ બોસ ઘેલાભાઇ ધામેચા જાતે દરજી ઉ.વ.૫૫ ધંધો ખેત મજુરી રહે ખરેડી સતી માતાજીના મંદીર પાછળ આંગડવાડીની બાજુમા વાડીમાં તા.કાલાવડ જી.જામનગર તથા આરોપી નં (૨) દીનેશ ગુલજીભાઇ ડામોર જાતે અદીવાસી ઉ.વ.૪૫ ઘંધો ખેત મજ્જરી રહે ખરેડી સત્ત માતાજીના મંદીર પાછળ આંગડવાડીની બાજુમાં વાડીમા તા.કાલાવડ જી. જામનગર વાળાના કબ્જા માથી ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં-૧ કોર સેલ ઇન હરીયાણા ઓન્લી ૭૫૦ એમ.એલ. ૪૨.૮ ટકા આલ્કોહોલની માત્રા દર્શાવતી કાચની કંપની શીલબંધ બોટલો નંગ-૧ કી.રૂ.૭,૫૦૦/-ના મુદામાલ સાથે બન્ને આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- Advertisement -
આ કામગીરી કરનાર ટીમના અધિકારી/કર્મચારીઓ
P.S.I. એચ.વી.પટેલ તથા H.C. એચ.કે.મકવાણા તથા P.C જયદીપભાઇ રમેશભાઇ જેસડીયા તથા P.C રણજીતભાઇ રમેશભાઇ ભુસડીયા દ્વારા કરવામાં આવેલ છે.
અહેવાલ:-સાગર સંઘાણી, જામનગર.