રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં ૪૭૦૦ ક્વિન્ટલ તલી સહિત કુલ ૧૨૨૩૦ ક્વિન્ટલ વિવિધ જણસોની આવક
રજકાના બિયારણના ૨૦ કિલોના મહત્તમ રૂા. ૪૮૫૦ ભાવ ઉપજયા
રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસ સહિતના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહ્યા છે. રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે આજ રોજ ૪૭૦૦ કવીન્ટલ તલી, ઘઉં ૧૮૦૦ કવીન્ટલ, ચણા પીળા ૧૪૦૦ કવીન્ટલ આવક સહિત કુલ ૧૨૨૩૦ કવીન્ટલ વિવિધ જણસોની આવક થઇ છે.
જેમાં રજકાના બિયારણના ૨૦ કિલોના મહત્તમ રૂા. ૪૮૫૦ ઉપજયા છે. સબંધકર્તા સર્વેને જણાવાયું છે કે બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી કાળાતલની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે. કપાસ ની આવક રેગ્યુલર આવવા દેવામાં આવશે. સુકામરચા તથા ઘઉંની આવક તારીખ:-૦૮/૦૭/૨૦૨૧ ગુરૂવાર સવારે ૬.૦૦ થી ૮.૦૦ આવવા દેવામાં આવશે.શીંગદાણા, શીંગફાડા, મગ, સફેદતલ,જુવાર, જીરૂ, ધાણા, રાય, રાયડો, મેથી, અળદ, તુવેર, રજકાનુંબી, બાજરી, સોયાબીન, ગુવાર, ચોરી, વાલ, એરંડાની આવક આજરોજ તા.૦૭/૦૭/૨૦૨૧ ને બુધવાર રાત્રી ના ૮.૦૦ થી સવાર ના ૪.૦૦ વાગ્યા સુધી આવવા દેવામાં આવશે તેમજ આવકવાળી જણસી ઢાંકીને સલામત રીતે લાવવાની રહેશે.
- Advertisement -
અન્ય જણસીની આવક માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહિ તેમજ પ્લેટફોર્મમાં ઉતરતી તમામ જણસીની આવક દાગીનામાં ઉતારવાની રહેશે. પાલ કરનારની હરરાજી લેવામાં આવશે નહિ, પ્લેટફોર્મમાં ઉતરતી તમામ જણસી જગ્યા હોય ત્યાં સુધી જ ઉતારવાની રહેશે. ત્યાર બાદ જે તે કમીશન એજન્ટની દુકાને ઉતારવાની રહેશે. અન્ય કોઇપણ જગ્યાએ જણસી ઉતારવી નહી. તમામ જણસીની હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઇ ચાલુ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા રાજકોટ માર્કેટીંગ યાર્ડની યાદીમાં જણાવાયું છે.