ખાસ-ખબર સંવાદદાતા
મધ્ય પ્રદેશમાં નવરાત્રીના ગરબા રમવા જનારા લોકો માટે ગરબા સ્થળે પ્રવેશ માટે આધારકાર્ડ કે અન્ય આઇડી કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આઇડી કાર્ડને તપાસ કર્યા બાદ જ ગરબા સ્થળ પર પ્રવેશ આપવામાં આવશે.
મધ્ય પ્રદેશના મંત્રીએ લવ જેહાદનો આરોપ લગાવ્યો તે બાદ સરકારે આ નિયમ ફરજિયાત કરી દીધો છે. મધ્ય પ્રદેશના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે નવરાત્રી અને મા દૂર્ગાની પૂજા આપણા માટે શ્રદ્ધાની બાબત છે.
આ પ્રકારના ધાર્મિક ઉત્સવો સમયે શાંતિ અને એકતા જળવાઇ રહે તે હેતુથી ગરબા આયોજકોને આદેશ અપાયો છે કે ગરબા સ્થળે આઇડી કાર્ડ તપાસ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે.
ગરબા સ્થળે કોઇ અસામાન્ય ઘટના ન બને તે હેતુથી આઇડી કાર્ડની તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે.