છેલ્લી ઓવરમાં હોલ્ડરે 3 રન આપીને 3 વિકેટ ઝડપી : હૈદરાબાદને 16 રનની જરૂર હતી : 170 રનના ટાર્ગેટ સામે હૈદરાબાદના 9 વિકેટે 157 રન : 4 વિકેટ લેનાર અવેશ ખાન મેન ઓફ ધ મેચ
હોલ્ડરે આખરી ઓવરના તનાવ વચ્ચે શાનદાર દેખાવ કરતાં માત્ર 3 રન આપીને ત્રણ વિકેટ ઝડપતાં લખનઉ સુપર જાયન્ટ્સે હૈદરાબાદ સામેની આઈપીએલ ટી-20માં 12 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. હૈદરાબાદને જીતવા માટે આખરી ઓવરમાં 16 રનની જરુર હતી અને તેની ચાર વિકેટ સલામત હતી. જોકે હોલ્ડરે જબરદસ્ત દેખાવ કરતાં ટીમને સફળતા અપાવી હતી. જીતવા માટેના 170ના ટાર્ગેટ સામે હૈદરાબાદ 9 વિકેટે 157 રન કરી શક્યું હતુ.
લખનઉનો આ ત્રીજી મેચમાં બીજો વિજય હતો. જ્યારે હૈદરાબાદ સતત બીજી મેચમાં હાર્યું હતુ. લખનઉ વતી માત્ર 23 રન આપી 4 વિકેટ ઝડપનાર અવેશ ખાન મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.



