ગયા વર્ષ 7 ઓક્ટોમ્બરથી શરૂ થયેલા ઇઝરાયલ- હમાસના યુદ્ધને લઇને દુનિયાભરના દેશો આના પર પોતાની વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજના નાગરિક જીવન પડતી મુશ્કેલીની કડક નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, આ રીતના માનવીય સંકટનો સ્વીકાર કરી શકાય નહીં. કંબોજે કહ્યું કે, ભારતનો આતંકવાદને લઇને ઝીરો ટોલરન્સનો દષ્ટિકોણ છે.
યુદ્ધથી ખતરનાક માનવીય સંકટ ઉભું થયું: કંબોજ
ઉલ્લેખનીય છે કે, યુદ્ધના કારણે મોટા પાયા પર ઇઝરાયલ અને ગાઝાના સામાન્ય નાગરિકોની મૃત્યુ થઇ છે, જેના કારણે આ એક માનવીય સંકટ ઉભું થયું છે. 7 ઓક્ટોમ્બરના ગાઝાના આતંકી સંગઠને ઇઝરાયલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા, ત્યાર પછી તેની જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલે હમાસની જગ્યાઓ પર જડબાતોડ હુમલો કર્યો હતો. બંન્ને પક્ષોની વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં સામાન્ય નાગરિકોને ઘણું નુકસાન થયું છે.
- Advertisement -
માનવીય સહયોગ માટે બીજા દેશ આગળ આવે
પશ્ચિમ એશિયામાં હાલની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં રૂચિરા કંબજે ગાઝામાં માનવીય સહયોગ વધારવા માટે ભારતના પ્રયાસોની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, ભારતનું નેતૃત્વ ઇઝરાયલ અને પેલિસ્ટિનીની સહિતના ક્ષેત્રોના નેતાઓની સાથે સતત સંપર્કમાં છે. તેમણે જી-20, બ્રિક્સ જેવા આંતરરાષઅટ્રીય મંચો પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. અમે વિશ્વના બીજા દેશોની સામે યુદ્ધથી પ્રભાવિત લોકો માટે માનવીય સહયોગ મોકલવા માટે વિનંતી કરી છે. અમને આશા છે કે, સુરક્ષા પરિષદ માનવીય સહાયતા વધારવામાં મદદ કરશે. ભારતના સ્થાયી પ્રતિનિધિને દ્વિ- રાષ્ટ્ર સિદ્ધાંતની વાત કરતાં કહ્યું કે, વાતચીત અને કુટનીતિથી શાંતિપૂર્ણ સમાધાનથી આઘળ વધવાનો આ એક માત્ર રસ્તો છે.
Loss of lives clearly unacceptable…dialogue only way forward: India on Israel-Hamas war
Read @ANI Story | https://t.co/nMlgtcBcai#India #Israel #IsraelHamasWar #UNGA pic.twitter.com/ezcQSNBp1Z
- Advertisement -
— ANI Digital (@ani_digital) January 10, 2024
અમે સતત માનવીય સહયોગ પહોંચાડી રહ્યા છીએ
ભારતે અત્યાર સુધીમાં પેલિસ્ટિનીનીને બે ભાગમાં 16.5 ટન દવા અને દવા માટે 70 ટનનો મદદ કરી છે. જયારે સંયુક્ત રાષ્ટ્ર રાહત અને કાર્ય એજન્સીને પેલિસ્ટીનીની શરણાર્થીઓ માટે ચાલનારા કાર્યક્રમમાં ભારતનું સમર્થન કર્યું છે. જણાવી દઇએ કે, એજન્સી પેલિસ્ટીનીની નાગરિકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય, રાહત અને સામાજીક સેવાઓ માટે સતત કામ કરી રહ્યા છે.