રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને ઉમટ્યા
સોરઠ પંથકમાં અષાઢીબીજ પર્વની ભાવપૂર્વક ઉજવણી
- Advertisement -
પરબધામ સહિતના ધાર્મિક સ્થળે ભોજન-ભજન અને ભક્તિનો માહોલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ સહીત સમગ્ર સોરઠમાં અષાઢીબીજ પર્વે તમામ ધર્મસ્થાનોમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા સાથે ભક્તિ મય માહોલમાં આસ્થા ભેર ઉજવણી કરાઈ હતી.અને ભોજન – ભજન અને ભક્તિ સાથે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભગવાન જગન્નાથજી નગરચર્ચાએ નીકળતા રથયાત્રા ભાવિકો દર્શન કરવા ખુબ મોટી સંખ્યમાં ઉમટી પડ્યા હતા ભાવ પૂર્વક દર્શન કરીને અષાઢીબીજની ઉજવણી હર્ષો ઉલ્લાસ સાથે કરી હતી.
જૂનાગઢ શહેરમાં અષાઢીબીજ પર્વે જગન્નાથજી મંદિરે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગઈકાલ સવારે ભગવાનને શાહી સ્નાન, આરતી અને હાંડીનો પ્રસાદનો ભોગ ધરવામાં આવ્યો હતો.જગન્નાથજી મંદિરે બપોરે રથયાત્રા નીકળી હતી જેમાં સાધુ સંતો સાથે સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજય કોરડીયા સહીત અનેક મહાનુભાવો જોડાયા હતા અને ચાંદીની સાવરણીથી પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં ભગવાન જગન્નાથજી નંદી ઘોસ, બહેન સુભદ્રાજી દેવી દલન, બલરામજી તાલ ધ્વજ ત્રણેય રથને ભાવિકો દ્વારા દોરડાથી ખેંચી ભાવ વંદના સાથે દર્શન કરીને ભાવ વિભોર બન્યા હતા અને ભગવાન જગન્નાથજી નગરચર્ચાએ નીકળતા દર્શનાર્થીઓએ દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.
- Advertisement -
અને ઠેર ઠેર યથયાત્રાનું સ્વાગત કરાયું હતું અને સાંજે નિજ મંદિરે મહાઆરતી બાદ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.જયારે ભેસાણ પરબધામ ખાતે અષાઢીબીજ પર્વે પૂ.કરશનદાસ બાપુની નિશ્રામાં સવારથી ધ્વજા રોહણ સાથે હોમ હવન અને ધાર્મિક માહોલ વચ્ચે અષાઢી પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને હજારો લાખો ભાવિકોએ ભોજન સાથે મેળાની મજા માણી હતી દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પરબધામ ખાતે ઉમટી પડ્યા હતા જયારે બોહળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો.