સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાતનું પોષક છે, અન્ય સાધુ સંતોએ વિચારીને વાત કરવી: નૌતમ સ્વામીનો બફાટ
નૌતમ સ્વામીના નિવેદને આગમાં ઘી હોમ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુરમાં હનુમાનજીનાં ભીંત ચિત્ર મુદે છેલ્લા ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે આને લઈને સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામએ એક વિવાદિત નિવેદન આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામીએ નિવેદન જાહેર કરતાં કહ્યું કે હનુમાનજી મહારાજે અનેકવાર સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી છે. ઉલ્લેખનીય છે કે સાળંગપુરમાં હનુમાનજીને નમસ્કારની મુદ્રામાં દેખાડી તેમનું અપમાન કરવાનાં મુદ્દે છેલ્લા બે દિવસથી ગુજરાતનાં સંતો, મહંતો ભારે આક્રોશમાં જોવા મળી રહ્યો છે. આ વિવાદિત ભીંત ચિત્ર મુદ્દે ખંભાતમાં સત્સંગ મહાસંમેલનમાં વડતાલના સંત નૌતમ સ્વામીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વડતાલ સંસ્થા દ્વારા સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. અને ત્યાં હનુમાનજીની મોટી મૂર્તિ સ્થાપવામાં આવી છે. વધુમાં તેણે કહ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન છે અને તેમનાં કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે આ સિવાય જણાવતા કહ્યુ હતું કે ભગવાનનાં જેટલા પણ અવતારો થયા ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણનારાયણ, સ્વામીનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાનની પણ હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે.
સ્વામિનારાયણને જે ભગવાન માનતા નથી તેને જ તકલીફ: નૌતમ સ્વામી
આખો સ્વામિનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે. કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્ર્નો હોય તો યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આનાં સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયનાં કોઈ વ્યક્તિએ જરૂર નથી. આ ઉપરાંત વધુમાં તેણે કહ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન છે જે લોકો નથી માનતા એ લોકોને આનાથી તકલીફ થઈ રહી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આનાથી નિરાશ થવાની કોઈ જરૂર નથી.
ભગવાન સ્વામિનારાયણે કળિયુગમાં જન્મ લઇ અધર્મનો નાશ કર્યો : નૌતમ સ્વામી
નૌતમ સ્વામીએ વધુમાં કહ્યું હતું કે સ્વામીનારાયણ સંપ્રદાયનો ક્યારેય કોઈ ભગવાન સ્વામિનારાયણે કલયુગમાં જન્મ લઇ અધર્મનો નાશ કર્યો છે. લોકો હાલમાં જે વાતો કરે છે તેનાથી સત્સંગીઓએ ડી મોરલાઈઝ થવાની જરૂર નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સ્વામીનારાયણ સંપ્રદાયનો ક્યારેય કોઈ ભગવાનને કે ભગવાનના અવતારોનું અપમાન કરવાનો કોઈનો પણ હેતુ હોતો નથી અને હોઈ પણ ના શકે. સંપ્રદાયના હજારો મંદિરોમાં હનુમાનજી અને વિઘ્ન વિનાયક દેવની પૂજા થાય છે. સ્વામિનારાયણ પોતે ભગવાન છે, તે વાતને કાઢવાનો પ્રયત્ન કરતું હોય તો એ વાત જરા પણ ગ્રાહ્ય નથી. ગુજરાતની ભૂમી એ સ્વામિનારાયણ ભગવાનની ઋણી છે. સ્વામિનારાયણ ભગવાન મંદિરોમાં જે રીતના સદાવ્રતો ચાલી રહ્યા છે, સત્સંગી જીવન અને શિક્ષાપત્રી એ આપણુ લેન્ડમાર્ક છે તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયે ગુજરાતને ઘણું બધું આપ્યુ છે.
- Advertisement -