ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદનો નવો રાઉન્ડ
જૂનાગઢમાં 3 ઇંચ, માણાવદરમાં 2 ઇંચ, વંથલીમાં 6 ઇંચ વરસાદ
- Advertisement -
સારા વરસાદથી ખેતી પાકને ફાયદો સાથે ખેડૂતોમાં ખુશી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં લાંબા વિરામબાદ વરસાદનું આગમન થતા સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો સારા વરસાદના લીધે ખેતી પાકને ખુબ ફાયદો જોવા મળ્યો હતો છેલ્લા એક મહિનાથી ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા હતા ત્યારે સમગ્ર જિલ્લામાં મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
જૂનાગઢ જિલ્લામાં વેહલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા સૌથી વધુ વરસાદ વિસાવદર માં 10 ઇંચ વરસાદ નોંધાયો હતો.
- Advertisement -
જયારે મેંદરડા માં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો અને જૂનાગઢમાં 3 ઇંચ વરસાદ,વંથલીમાં 6 ઇંચ માણાવદરમાં 2 ઇંચ વરસાદ સાથે કેશોદ,માળીયા હાટીના અને માંગરોળ માં અડધો ઇંચ વરસાદ પડતા જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ જોવા મળતા નદી નાળા સહીત ચેકડેમો ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવની સમસ્યા સામે આવી હતી.
જૂનાગઢમાં ભુવા પડતાં અનેક વાહનો ફસાયા
ગીરનાર અને દાતારના પહાડોમાં સારા વરસાદના લીધે કાળવાના વોંકળામાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેની સાથે શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટર ના કામને લીધે ભુવા પાડવાના બનાવો સામે આવ્યા હતા જેમાં ઝાંઝરડા રોડ પર ભૂગર્ભ ગટરના લીધે અનેક વાહનો ફસાયા હતા જેમાં રીક્ષા સહીત બોલેરો પીકઅપ વાન ખાડામાં ફસાતા જેસીબીની મદદ થી બહાર કાઢવામાં આવ્યું હતું તેમજ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અને શહેરમાં ખાડાને લીધે વાહન ચાલકો ને મુશ્ર્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
દોઢ મહિનાનાં વિરામ બાદ સારા વરસાદથી પાકને ફાયદો
જૂનાગઢ જિલ્લામાં જૂન મહિના બાદ વરસાદે વિરામ લીધો હતો દોઢ મહિનાથી વરસાદ નહિ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો અને ખેડૂતોએ ફુવારા પદ્ધતિથી ખેતી પાક બચાવા પિયત શરુ કર્યું હતું અને જે ખેડૂતો વરસાદ આધારે ખેતી કરેછે તેની ચિંતા વધી હતી ત્યારે ખરા સમયે સારા વરસાદના લીધે ખેડૂતો ખુશખુશાલ થયા છે અને ખેતી પાકને જીવતદાન મળ્યું છે.