એકસ્પાયરી ડેટ નહીં, કન્ટેન્ટની વિગત નહીં!
નામ-સરનામાં, ઠામ-ઠેકાણા વગર ખુલ્લેઆમ વેંચાતી આ સોડા સ્વાસ્થ્ય માટે જોખમકારક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટના ભાવનગર રોડ પર બનતી અને શહેરભરમાં વેચાતી ફરાળી સોડા વિશે ખાસ-ખબરમાં ટૂંકસમય આગાઉ એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ફરાળી સોડા ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ નિયામકના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હોવાના અહેવાલ બાદ પણ સમગ્ર મામલે ફૂડ વિભાગની ઉદાસીનતા જોવા મળી છે. લાસ્ટિકની બોટલમાં ઠેરીવાળી ખારી સોડા જેના પર ફરાળી સોડા લખ્યું છે એ ખાદ્ય સુરક્ષાના જરૂરી તમામ નિયમોનો ઉલળીયો કરીને બેરોકટોક વેંચાઈ રહી છે, હજુ પણ લાખો લોકો તે ગટગટાવી રહ્યા છે. હકીકતમાં રાજકોટ અને આસપાસના વિસ્તારમાં પાનની દુકાને લીલા કલરની પ્લાસ્ટિકની બોટલમાં ફરાલી નામથી 15 રૂ.માં મળી રહેલી ખારી સોડાની બોટલ પર ન તો એક્સપાઈરી ડેટ છાપેલી છે, ન તો તેમાં નાખવામાં આવેલા કન્ટેન્ટ લખેલા છે, ન તો કિંમત કે બનાવટનું સ્થળ સહિતની માહિતી લખેલી છે.
મેન્યુફેક્ચરિંગની પણ કોઈ જ વિગત નથી. આમ છતાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફરાળી સોડાના નિર્માતા અને વેપારીઓ કોઈ પગલાં ભરવામાં આવી રહ્યા નથી. રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ નાના વેપારીઓ પર હાઇજિન, લાઈસન્સથી લઈ અનેક બાબતો તવાઈ બોલાવે છે, દંડ ફટકારે અને સીલ મારે છે પરંતુ આ જ ફૂડ વિભાગ ફરાળી સોડાની બોટલ પર એક્સપાઈરી ડેટ, ક્ધટેન્ટ, કિંમત, સ્થળ વગેરેની માહિતી ન લખી હોવા છતાં કેમ આંખ આડા કાન કરી રહ્યું રહ્યું છે એ ચર્ચાએ જોર પકડ્યું છે.
- Advertisement -
ફરાળી સોડા પર ફૂડ વિભાગની કાર્યવાહી ક્યા કારણોસર નહીં?
લોકલથી લઈ મલ્ટીનેશનલ કંપનીની સાદી સોડાથી લઈ કોઈપણ સોડા જે પ્લાસ્ટિક કે કાચની બોટલમાં મળે છે તેના પર નિયમ મુજબ એક્સપાઈરી ડેટ, ક્ધટેન્ટ, કિંમત, સ્થળ, મેન્યુફેક્ચરિંગ વગેરેની માહિતી લખેલી હોય છે. રાજકોટ સહિત આસપાસના વિસ્તારમાં મળતી પાનની દુકાને લીલા કલરની પ્લાસ્ટિકની બોટલમાં ફરાલી નામથી 15 રૂ.માં મળી રહેલી ખારી સોડા પર કોઈ જ વિગત દર્શવવામાં આવી નહીં જે ખૂબ જ ગંભીર બાબત હોય ફૂડ વિભાગે તેના પર કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે, તેના પર કાર્યવાહી ક્યાં કારણોસર કરવામાં આવી રહી નથી એ સવાલ ઉપજી રહ્યો છે. અલબત્ત ફરાલી સોડાની બોટલ પર આ પ્રકારની કોઈ વિગત ન હોય તેનું સેવન
હિતાવહ નથી.