ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ગત બુધવારના રોજ પોરબંદર જીલ્લા પોલીસ અધીક્ષક બી.યુ. જાડેજાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો, જેમાં 1લી જુલાઇ, 2024થી અમલમાં આવનાર નવા કાયદાઓ, ગુજરાત નાણા ધિરધાર અધિનિયમ, 2011 તથા મહિલા જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.જિલ્લા પોલીસ અધીક્ષક બી.યુ. જાડેજાએ ઉપસ્થિતમાં લોકોને નવા કાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત,પોરબંદર શહેરના એ.એસ.પી. શ્રી સાહિત્યા વી. સાહેબે પણ માહિતી શેર કરી.પોરબંદર પ્રાંતના એસ.ડી.એમ. એસ.એ. જાદવ, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, અને સરકારી વકીલ એસ.બી. પરમાર સહિતના મહાનુભાવોએ લોકદરબારમાં હાજરી આપી. સરકારી વકીલ એસ.બી. પરમાર દ્વારા ગુજરાત નાણા ધિરધાર અધિનિયમ, 2011 અંગે ઉપસ્થિત લોકોને જાણકારી આપવામાં આવી
- Advertisement -
અને નવા કાયદાઓના ઉપયોગીતા અને અમલની પદ્ધતિઓ વિશે ચર્ચા કરવામાં આવી. મહિલા પોલીસ સ્ટેશનની પી.આઇ. આર.એમ. રાઠોડ સાહેબ અને કમલાબાગ પોલીસ સ્ટેશનની જઇંઊ-ટીમ દ્વારા મહિલા જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમના માધ્યમથી મહિલાઓને તેમના હક્કો અને સુરક્ષા અંગે અવગત કરવામાં આવી. લોકોની સુવિધા માટે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ત્રણ સ્ટોલ બનાવવામાં આવ્યા, જેમાં (1) નવા કાયદાઓ, (2) ગુજરાત નાણા ધિરધાર અધિનિયમ, 2011 અને (3) મહિલા જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી.