ગોંડલના નાના સખપુરમા જળસંચય અભિયાન અંતર્ગત
ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ સવા બે કરોડ નવા તળાવ નિર્માણ માટે ફાળવ્યા
ગોંડલ તાલુકાના નાના સખપુર ગામમાં જળસંચય અભિયાન નિમિતે સરોવર નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેના લાભાર્થે શનિવારે સાંજે કેન્દ્ર અને રાજ્ય ના મંત્રીની હાજરી મા ભવ્ય લોકડાયરો રાખવામાં આવેલ હતો જેમાં ભોજન સમારંભ, સન્માન સમારંભ ને રાત્રે 9 વાગે લોકડાયરો રાખેલ હતો. નાના સખપુર ગામ જિલ્લા પંચાયત રાજુભાઈ ડાંગરના મતક્ષેત્ર મા આવેલ છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઇ એ જણાવ્યું હતું કે જળ એ સંપત્તિ છે તેને સાચવવી આપણી જવાબદારી છે પાણી બચાવવાં અને પર્યાવરણ માટે ચિંતા અને ચિંતન જરૂરી છે.ભારત સરકાર દ્વારા જળશક્તિ મંત્રાલય ની વ્યવસ્થા કરેલ છે તેનાજ ભાગરૂપે ગોંડલ ના નાના સખપુર ગામે સિંચાઈ વિભાગ ગુજરાત સરકાર તથા જળ અભિયાન સમિતિ તેમજ ગોંડલ ના રાજકીય આગેવાનો ના સહકાર થી ગીરગંગા પરીવાર રાજકોટના જળ સંચઈ અભ્યાન અંતર્ગત એક વિશાળ સરોવર નું નિર્માણ થઈ રહ્યું છે તેમાં હજારો એકર જમીનમાં પાણીના તળ ઉંચા આવવાથી ખેડૂત ની આર્થિક વૃદ્ધિમાં વધારો થવાની અપેક્ષા સાથે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમ ના અઘ્યક્ષ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા મુખ્ય મહેમાન કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઇ માંડવીયા અને ગુજરાત ના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ખાસ હાજર રહયા હતા આવેલા તમામ મહેમાનોનું નાના સખપુર જળ અભિયાન સમિતિ ના સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત ને સન્માન કરવામાં આવ્યું હતું. બપોર 3 થી 6 મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામા લોકો એ રક્તદાન કર્યું હતું.



