‘ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરી કરી છે’
ટીએમસી યુથ વિંગને સંબોધન કરતા ’દીદી’એ કહ્યું: ’જો ત્રીજી વખત ભાજપ જીતશે તો દેશ ’તાનાશાહી’ તરફ ઢસડાઈ જશે’
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સર્વેસર્વા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ડીસેમ્બરમાં જ લોકસભાની ચૂંટણી કરાવશે. તેમણે ચૂંટણી પ્રચાર માટે તમામ હેલિકોપ્ટર્સ પહેલેથી જ બુક કરાવી દીધા છે. ટીએમસી યુથ વિંગની રેલીને સંબોધન કરતા ’દીદી’એ કહ્યું હતું કે, જો સતત ત્રીજી વખત ભાજપ સત્તા પર આવશે તો દેશ તાનાશાહી (સરમુખત્યારશાહી) તરફ ઢસડાતો જશે. તેના રાજ્યમાં કેટલીયે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે જેવી કે ફટાકડાની ફેક્ટરીઓ ત્યાં ધડાકાઓ થઈ રહ્યા છે આ બધું કેટલાક પોલીસવાળાના સમર્થનથી ચાલી રહ્યું છે.
આ સાથે મમતાએ ફરી એક વખત કહ્યું હતું કે, ભાજપ ડીસેમ્બર 2023 સુધીમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવશે. ભાજપે સમગ્ર દેશમાં જુદા જુદા સમુદાયો વચ્ચે દુશ્મની ફેલાવી દીધી જ છે. હવે જો સત્તા પર ફરીવાર આવે તો ફરી દેશમાં નફરત ફેલાઈ જશે. ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરી કરી દીધી છેેે પ્રચાર માટે તેણે તમામ હેલિકોપ્ટર્સ પણ બૂક કરાવી દીધા છે તે એટલા માટે કર્યું છે કે, અન્ય પક્ષોને હેલિકોપ્ટર્સ ન મળે.
મમતાએ વધુમાં કહ્યું કે, બંગાળમાં ત્રણ ત્રણ દશક સુધી માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીનું રાજ્ય હતું તેને આપણે ખતમ કર્યું હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવીશું. જાદવપુર યુનિવર્સિટીમાં ભાજપના જ શાસન દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યકરોએ ’ગોળી મારો’ તેવા નારા લગાયા હતા. તે અંગે સુ.શ્રી બેનર્જીએ કહ્યું હતુ કે, ’આ ઉત્તર પ્રદેશ નથી. વિવાદિત નારા લગાવનારાઓ સામે પગલા લેવામાં જ આવશે અને તેઓની ધરપકડ પણ કરાશે. આ યુ.પી. નથી આ બંગાળ છે. અહીં આ પ્રકારના નારા ચલાવી નહિ લેવાય.’