- પાંચ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાય
ભારતમાં દર પાંચ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાય છે અને અત્યાર સુધીમાં કુલ 17 ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે અને હવે 18મી યોજાશે, એવામાં ચાલો જાણીએ કે કોણ આ ચૂંટણી લડી શકે છે અને કોણ નહીં.
લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે હવે આ મહિનામાં જ લોકસભાની તારીખો જાહેર થઈ શકે છે. આ બધાની વચ્ચે મોટાભાગના પક્ષોએ ચૂંટણીને લઈ કમર કસી લીધી છે. લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો હરકતમાં આવી ગયા છે અને ભાજપમાં બેઠકોની દોર શરૂ થયો અને ઉમેદવારોના નામને લઈ મહામંથન ચાલી રહ્યું છે.
- Advertisement -
શું હું લોકસભાની ચૂંટણી ન લડી શકું?
આ વર્ષે દેશમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. જો કે ચૂંટણી પંચે હજુ સુધી તેની તારીખો જાહેર કરી નથી. લોકસભાની વાત કરીએ તો લોકસભામાં કુલ 545 સીટો છે. જેમના માટે આ વર્ષે ચૂંટણી યોજાશે. હાલ દરેક લોકો વચ્ચે ચૂંટણીને લઈને જ ચર્ચા ચાલી રહી છે એવામાં ઘણા લોકોના મનમાં એવો સવાલ પણ ઊભો થાય છે કે શું હું લોકસભાની ચૂંટણી ન લડી શકું?
લોકસભા ચૂંટણી લડવી હોય તો શું કરવું પડે?
સામાન્ય રીતે ભારતમાં દર પાંચ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાય છે અને અત્યાર સુધીમાં કુલ 17 ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. આગામી એટલે કે 18મી લોકસભાની ચૂંટણી વર્ષ 2024ના એપ્રિલ-મેમાં યોજાઇ શકે છે. જાણીતું છે કે લોકસભાના સભ્યો મતદાન દ્વારા સીધા જ જનતા દ્વારા ચૂંટાય છે. તેથી લોકસભાની ચૂંટણીને સામાન્ય ચૂંટણી પણ કહેવામાં આવે છે. એવામાં ચાલો જાણીએ કે કોણ લોકસભા ચૂંટણી લડી શકે છે અને કોણ નહીં.
- Advertisement -
25 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં
ભારતીય બંધારણની કલમ 84-A જણાવે છે કે કોણ સંસદના સભ્ય બનવા માટે પાત્ર છે. ભારતીય બંધારણ મુજબ જે વ્યક્તિ ભારતનો નાગરિક નથી તેને ચૂંટણી લડવાનો અધિકાર નથી. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે લડવા માટે લઘુત્તમ વય 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. 25 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં.
ઉપરાંત, ઉમેદવાર માનસિક રીતે અસ્થિર કે નાદાર ન હોવો જોઈએ. આ સાથે જ કોઈ સરકારી પદ પર પણ ન હોવો જોઇએ, તો જ તે લોકસભાની ચૂંટણી લડી શકશે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 4(D) મુજબ, જે વ્યક્તિનું નામ સંસદીય મતવિસ્તારની મતદાર યાદીમાં નથી તે ચૂંટણી લડી શકે નહીં. તેમજ કોઈપણ કેસમાં બે વર્ષ કે તેથી વધુ સજા થઈ હોય તેવી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં.
જો તમે રાષ્ટ્રીય પક્ષમાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છો, તો તમારે પ્રસ્તાવની જરૂર છે. જ્યારે તમે અપક્ષ તરીકે ઉભા છો તો તમારે 10 પ્રસ્તાવકોની જરૂર છે.