ખાસ-ખબર સંવાદદાતા
લોકસભાની પેટા ચૂંટણીના આજે જાહેર થઈ રહેલા પરિણામોમાં યુપીમાં ભાજપે મોટી ઉલટફેર નોંધાવી છે. કારણકે સમાજવાદી પાર્ટીનો ગઢ મનાતી લોકસભાની આ બંને બેઠકો પર ભાજપે જોરદાર દેખાવ કર્યો છે. તેમાં પણ રામપુર બેઠક માટેનું પરિણામ જાહેર થઈ ગયુ છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઘનશ્યામ સિંહ લોધીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આસીમ રજાને 42,000 મતોથી પરાજય આપ્યો છે.આ બેઠક સપા નેતા આઝમ ખાનનો ગઢ મનાય છે. 2019માં રામપુર લોકસભા બેઠક પર આઝમ ખાન જ ચૂંટણી લડ્યા હતા અને 2022માં તેઓ વિધાનસભા ચૂંટણી લડીને આ મત વિસ્તારમાંથી જિત્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ તેમણે સાંસદ તરીકે રાજીનામુ આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. જેના પર તેમણે પોતાના સમર્થક આસીમ રજાને ઉતાર્યા હતા.
લોકસભા પેટા ચૂંટણી: સપાના ગઢ રામપુર-આઝમગઢમાં ભાજપ
