ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના તહેવાર નિમીતે પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ લોકમેળામાં રમકડાના સ્ટોલ, ખાણી પીણીના સ્ટોલનું આજથી બે સ્થળેથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે.
લોકમેળાની નવી ડિઝાઇન ફાઇનલ થયા બાદ આજથી તા.19/7ને શુક્રવારથી જુની કલેકટર કચેરીમાં આવેલ પ્રાંત અધિકારી-1ની ઓફિસ તેમજ ત્રિકોણ બાગ શાસ્ત્રી મેદાન સામે તોરલ બિલ્ડીંગમાં આવેલ ઇન્ડીયન બેંક ખાતેથી મેળાના સ્ટોલ માટેના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ વખતે મેળાના ફોર્મનો ભાવ રૂા.200 રાખવામાં આવ્યો છે.