પ્રજા અને પોલીસ વચ્ચે સહકાર અને વિશ્ર્વાસનો સેતુ સુદ્રઢ બને તેવા હેતુથી લોક દરબારનું આયોજન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પ્રજા અને પોલીસ વચ્ચે સહકાર અને વિશ્વાસનો હેતુ સુદ્રઢ બને તેવા હેતુથી સમયાંતરે લોક દરબારનુ આયોજન કરવામાં આવે છે ત્યારે રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનુ આયોજન કરવામા આવેલ જેમા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જે લોકદરબારમા ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા રહેતા નાગરીકો તથા વેપારીઓ, ગુંદાવાડી માર્કેટના વેપારીઓ, કોર્પોરેટરો, સામાજીક અગ્રણીઓ, હિંન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનોની, સ્કુલના પ્રીન્સીપાલ તથા શિક્ષકો મળી આશરે 150 જેટલા નાગરીકો હાજર રહેલ હતા. એડીશ્નર પોલીસ કમીશ્નર મહેન્દ્ર બગડીયા દ્વારા સૌપ્રથમ લોકદરબારમા ઉપસ્થીત રહેલ તમામ પ્રજાજનોને શાબ્દીક ઉદબોધન કરી આવકારવામા આવેલ, તથા લોકદબારનુ આયોજન કરવાના હેતુ વિશે પ્રાથમીક માહીતી પુરી પાડવામાં આવેલી તથા વ્યાજખોરી, સાયબર ફ્રોડ, હનીટ્રેપ, ડીજીટલ એરેસ્ટ વિગેરે બાબતે અવેરનેશ કેળવવા ઉપસ્થીત પ્રજાજનોને અપીલ કરવામા આવેલ, ઉપરાત ટ્રાફીક અવેરનેશના અભાવે બનતા અકસ્માતના કારણે અકસ્માત મૃત્યુનુ પ્રમાણ વધેલ હોય, જે બાબતે ચર્ચા કરવામાં આવેલ, તથા ટ્રાફીકના નિયમોનુ પાલન કરી, આ પ્રકારના બનાવો અટકાવવા અપીલ કરવામા આવેલ હતી. ઉપરાત હાલમા જ નવા આવેલ ત્રણ કાયદાઓ બી.એન.એસ., બી.એન.એસ.એસ., તથા બી.એસ.એસ. મા કરવામા આવેલ નવી જોગવાઓ વિશે પ્રાથમીક માહીતી આપવામા આવેલ તથા ઇ- એફ.આઇ.આર. વિશે પણ માહીતી આપવામા આવેલ, આ ઉપરાત સિનીયર સીટીઝન નાના બાળકો તથા મહીલા સુરક્ષા બાબતે સરકાર ખુબ જ સવેદનશીલ હોય, તેઓની સભાળ રાખવા માટે પોલીસ સ્ટાફ તથા સી ટીમ સતત પ્રયત્નશીલ હોવાનુ જણાવેલ ઉપરાત વિસ્તારમા બનતી અસામાજીક પ્રવૃતિઓ વિશે પોલીસને જાણ કરવા અપીલ કરેલ, તેમજ સાયબર ક્રાઇમ તથા ટ્રાફીક અવરનેશ બાબતે પત્રીકાઓનું વિતરણ કરવામા આવેલ, ત્યાર બાદ પ્રજાજનો માથી કોઇ પણ વ્યક્તિને રજુઆત કે, પ્રશ્નો હોય તો જણાવવાનુ કહેતા પ્રજાજનો માથી પણ ટ્રાફીક સમસ્યા તેમજ અટીકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમા પોલીસ ચોકીનુ નિર્માણ કરવા રજુઆત કરવામા આવેલ, જે પ્રશ્ર્નોના પ્રત્યુત્તર આપતા ટ્રાફીક સમસ્યાને લગતા પ્રશ્ર્નોનુ સત્વરે નિવારણ લાવવા તથા પોલીસ ચોકીના નિર્માણ બાબતે યોગ્ય પ્રક્રીયા હાથ ધરી ઉપરી કક્ષાએ મંજુરી મેળવવા તજવીજ કરવા બાબતે પ્રત્યુત્તર પાઠવવામાં આવેલ આમ આ લોકદરબારમાં પ્રજા અને પોલીસ વચ્ચે પારસ્પરીક અને અસરકાર સંવાદ થયેલ. અને આ લોકદબારના અંતમા લોકદબારમા હાજર રહેલ તમામ પ્રજાજનોનો ભક્તિનગર પોલીસ સ્ટેશનાના ઙઈં મયુધ્વજસિંહ એમ. સરવૈયા તરફથી આભાર માનવામા આવેલ હતો