ખાસ-ખબર ન્યૂઝ ધારી
ધારી શહેરના સરદારનગર વિસ્તાર સામે આવેલ શિવાલિય કોમ્પલેક્ષના દુકાન ધારકો તેમજ સ્થાનિક રહીશો ભૂગર્ભ ગટરના દૂષિત પાણી રોડ પર ફરી વળતા લોકો હેરાન-પરેશાન થયા છે.
અહી આ ભૂગર્ભ ગટર છલકાતી હોવાને લીધે મુખ્ય માર્ગ પર ગટરનું દૂષિત પાણી રોડ પર વહેતુ થાય છે.
- Advertisement -
જેના કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. જ્યારે ગંદા પાણીમાંથી લોકો પસાર થઈ અને વેપારીની દુકાનમાં અવરજવર કરી રહેલા લોકોને પણ ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીના સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા ગટરના દૂષિત પાણીથી ત્રસ્ત થતાં અવરનવર તંત્રને રજૂઆત કરવામા આવેલ પરંતુ આજદિન સુધી આ ભૂગર્ભ ગટરના પ્રશ્ર્નનો નિકાલ કરવામા આવ્યો નથી. ત્યારે અહીના સ્થાનિકોની એક જ માગણી છે કે ઉભરાતી ગટરના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.