ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ પોરબંદર હાઇવેમાં મહત્વનો કહી શકાય તેવો ખૂબ જ ટ્રાફિકથી ધમધમતો આ વંથલી ચૌટાવાંક સુધીનો સ્ટેટ હાઇવે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે જેના કારણે અકસ્માત બનવાના પણ બનાવો વધ્યા છે. ત્યારે સ્ટેટ હાઇવે નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. વંથલી – ચૌટાવાંક સુધીનો સ્ટેટ હાઇવે તરીકે ઓળખાય છે અને આ માર્ગ છેલ્લા ઘણા સમયથી બીસ્માર હાલતમાં છે અને છેલ્લા આઠ વર્ષથી પણ વધુ સમયથી આ રોડ નું નવીનીકરણ કરવામાં આવ્યું નથી. ત્યારે ચોમાસાની સિઝન બાદ માત્ર માત્ર પેચવર્ક કરવામાં આવે છે. માણાવદર ખાતેથી પસાર થતો હોવાથી માણાવદરના આઈ.ટી.આઈ પાસે, સિનેમા ચોક, નવનાલા પુલ સહિત અનેક જગ્યાઓએ બિસ્માર હાલતમાં છે. તેમાં સિનેમા ચોક પાસે તો ખૂબ જ ધૂળની ડમરી ઉડવાની પણ ફરિયાદો ઉઠી છે આ બાબતે સેક્શન અધિકારી માર્ગ અને મકાન વિભાગ જૂનાગઢ દ્વારા 2021માં આ માર્ગની નવીનીકરણ માટેની દરખાસ્ત કરવામાં આવી છે અને તાજેતરમાં સરકારમાં માહિતી પણ
આપેલ છે.