20 વર્ષમાં 20 લાખની લોન પર લગભગ 74 હજાર રૂપિયાનો ફાયદો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
આવનારા દિવસોમાં લોન સસ્તી થઈ જશે. વર્તમાન ઊખઈં પણ ઘટશે. છઇઈંએ રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કર્યો છે. આ ઘટાડાનો નિર્ણય મોનેટરી પોલિસી કમિટીની 3થી 5 ડિસેમ્બર સુધી ચાલેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. છઇઈં ગવર્નર સંજય મલ્હોત્રાએ 5 ડિસેમ્બરે આ અંગે માહિતી આપી હતી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે છઇઈં જે દરે બેંકોને લોન આપે છે એને રેપો રેટ કહેવાય છે. જ્યારે છઇઈં રેપો રેટ ઘટાડે છે ત્યારે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે, એટલે કે આવનારા દિવસોમાં હોમ અને ઓટો જેવી લોન 0.25% સુધી સસ્તી થઈ જશે.
તાજેતરના ઘટાડા પછી 20 વર્ષની ₹20 લાખની લોન પર ઊખઈં 310 રૂપિયા સુધી ઘટશે. એવી જ રીતે ₹30 લાખની લોન પર ઊખઈં 465 રૂપિયા સુધી ઘટશે. નવા અને વર્તમાન ગ્રાહકો બંનેને એનો લાભ મળશે.
રેપો રેટ ઘટ્યા પછી બેંકો પણ હાઉસિંગ અને ઑટો જેવા લોન પરના વ્યાજદરો ઘટાડે છે. વ્યાજદરો ઓછા થવાથી હાઉસિંગ ડિમાન્ડ વધશે. વધુ લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકશે. આનાથી રિયલ એસ્ટેટ સેક્ટરને બૂસ્ટ મળશે.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફેબ્રુઆરીમાં યોજાયેલી મિટિંગમાં વ્યાજદરોને 6.5%થી ઘટાડીને 6.25% કર્યા હતા. મોનેટરી પોલિસી કમિટીએ આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી કર્યો હતો.
બીજી વખત એપ્રિલમાં યોજાયેલી મિટિંગમાં પણ વ્યાજદર 0.25% ઘટાડ્યો. જૂનમાં ત્રીજી વખત દરોમાં 0.50% ઘટાડો થયો. હવે ફરી એકવાર એમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે કે મોનેટરી પોલિસી કમિટીએ ત્રણ વખત વ્યાજદરો 1.25% ઘટાડ્યા.
છઇઈં જે વ્યાજદરે બેંકોને લોન આપે છે એને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ ઘટાડવાનો અર્થ એ છે કે બેંકોને ઓછા વ્યાજદરે લોન મળશે. જ્યારે બેંકો સસ્તી લોન મેળવે છે ત્યારે તેઓ ઘણીવાર આ લાભ તેમના ગ્રાહકોને આપે છે. આનો અર્થ એ છે કે બેંકો પણ તેમના વ્યાજદર ઘટાડે છે.
રિઝર્વ બેંક રેપો રેટ શા માટે વધારે છે અને ઘટાડે છે?
કોઈપણ સેન્ટ્રલ બેંક પાસે પોલિસી રેટના રૂપમાં મોંઘવારી સામે લડવા માટે એક શક્તિશાળી સાધન છે. જ્યારે મોંઘવારી ખૂબ વધારે હોય છે, ત્યારે સેન્ટ્રલ બેંક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંના પ્રવાહને ઘટાડવાનો પ્રયાસ કરે છે.
જો પોલિસી રેટ વધારે હશે તો બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી થશે. બદલામાં બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરી દે છે. આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો થાય છે. નાણાંનો પ્રવાહ ઓછો થાય છે તો માગમાં ઘટાડો થાય છે અને મોંઘવારી ઘટી જાય છે.
એવી જ રીતે જ્યારે અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થાય છે ત્યારે રિકવરી માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં સેન્ટ્રલ બેંક પોલિસી રેટ ઘટાડી દે છે. આનાથી બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.



