મેટાએ ખર્ચ ઘટાડવા માટે નિયમોમાં ફેરફાર કર્યા : વિડિયો દૂર કરતાં પહેલાં યુઝર્સને નોટીફીકેશન મળશે
મેટાએ ફેસબુક પર લાઇવ વિડિઓનો સમયગાળો હવે સેટ કર્યો છે. આ હેઠળ, કોઈપણ પ્રોફાઇલ પરની લાઇવ વિડિઓ ફક્ત 30 દિવસ સુધી રહેશે. આ પછી તે કાયમ માટે હટાવી નાખવામાં આવશે. ફેસબુક લાઇવ વિડિઓ દૂર કરતાં પહેલાં નોટિફિકેશનો મોકલશે.
આ પછી, વપરાશકર્તા પાસે વિડિઓ ડાઉનલોડ કરવા માટે 90 દિવસનો સમય હશે. ખરેખર, સ્ટોરેજમાં લાંબા વિડિઓ રાખવા ખૂબ જ ખર્ચાળ છે અને મેટા આવાં ઘણાં ફેરફારો કરી રહ્યું છે જેનાથી ખર્ચ ઓછો થઈ શકે.
- Advertisement -
વિડિયો દૂર કરતાં પહેલાં નોટિફિકેશન
ફેસબુકે કહ્યું છે કે જે પણ લાઇવ વિડિઓઝ 30 દિવસથી વધુ જૂનો હશે, તેને તબક્કાવાર રીતે હટાવી નાખવામાં આવશે. આ પહેલાં યુઝર્સના ઇમેઇલ્સ અને એપ્લિકેશન પર નોટીફીકેશનો મોકલવામાં આવશે.
નોટીફીકેશન બાદ વિડિઓ ડાઉનલોડ કરવા માટે 90 દિવસનો સમય આપશે. યુઝર્સ સીધા ડ્રોપબોક્સ અથવા ગૂગલ ડ્રાઇવ પર વિડિઓઝ ટ્રાન્સફર કરી શકશે. ફેસબુકે કહ્યું છે કે આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે.
યુઝર્સ આ રીતે વિડિયો બચાવી શકશે
યુઝર્સને તેને વિડિઓ બચાવવા માટે તેને ડાઉનલોડ કરવો પડશે અથવા તેને રીલમાં ફેરવવો પડશે. કંપની કહે છે કે મોટાભાગની લાઇવ વિડિઓઝ રિલીઝના પહેલાં થોડા અઠવાડિયામાં સૌથી વધુ જોવામાં આવે છે. ફેસબુકએ વપરાશકર્તાઓ માટે વિડિઓઝ ડાઉનલોડ કરવાની ઘણી રીતો પ્રદાન કરી છે.
- Advertisement -
તેઓ તેમનાં એકટીવિટી બોક્સ, પ્રોફાઇલ્સ અથવા મેટા બિઝનેસ સ્યુટમાંથી વિડિઓ ડાઉનલોડ કરી શકે છે. જો તેઓ તરત જ ડાઉનલોડ કરી શકતાં નથી, તો ફેસબુક તેને પછીથી ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપશે, જે વપરાશકર્તાઓને તેમની વિડિઓઝ સુરક્ષિત કરવા માટે છ મહિનાનો વધારાનો સમય આપશે.