વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે તેઓ આજે પણ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાંચમા નોરતે અમદાવાદ, ગાંધીનગર અને બનાસકાંઠાને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. ત્યારે PM મોદીએ આજે ગાંધીનગરથી ‘વંદે ભારત એક્સપ્રેસ’ને લીલીઝંડી આપી દીધી છે. ઉલ્લેખનીય છે ગઇ કાલે તેઓએ સુરત અને ભાવનગરને પણ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી હતી.
- Advertisement -
ગાંધીનગરથી કાલુપુર સુધી ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’માં મુસાફરી કરતી વેળાએ વડાપ્રધાન મોદી હળવા મૂડમાં જોવા મળ્યા. તેઓ ભારતીય રેલવેના પરિવારજનો સાથે વાતચીત કરતા જોવા મળ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરથી ‘વંદે ભારત ટ્રેન’ને લીલીઝંડી આપી દેવાઇ છે. ‘વંદે ભારત ટ્રેન’ને લીલીઝંડી આપ્યા બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગરથી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને જવા રવાના.
Gujarat | PM Narendra Modi travels onboard Vande Bharat Express train from Gandhinagar to Ahmedabad
- Advertisement -
People from different walks of life, including those from the Railways family, women entrepreneurs and youngsters are his co-passengers on this journey, says PMO. pic.twitter.com/9Ccf2oYQBy
— ANI (@ANI) September 30, 2022
જાણો PM મોદીના ગુજરાત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદીના આજના પ્રવાસને લઇને અપડેટ: PM મોદીના કાર્યક્રમમાં વધુ એક કાર્યક્રમ ઉમેરાયો છે. વંદે ભારત ટ્રેનના ઉદ્ઘાટન પહેલા PM મોદી ગાંધીનગર ખાતે દાંડી કુટીરની મુલાકાત લેશે. ત્યાર બાદ PM મોદી આજે ગાંધીનગર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની પ્રથમ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનનું (Vande Bharat Express) નું લોકાર્પણ કરશે. ગાંધીનગર (Gandhinagar) રેલવે સ્ટેશનથી સેમી હાઈસ્પીડ ટ્રેનને PM મોદી લીલીઝંડી આપશે. વડાપ્રધાન મોદી ગાંધીનગરથી કાલુપુર સ્ટેશન સુધી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરશે. તેઓ કાલુપુરથી રૂ. 12,925 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું એટલે કે ફેઝ-1નું ઉદ્ઘાટન કરશે. આજના દિવસમાં વડાપ્રધાન પાંચથી વધુ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આપવામાં આવતી સુવિધા
- GSM અથવા GPRS
– ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર
– સીસીટીવી કેમેરા
– પેસેન્જર ઇન્ફોર્મેશન સેન્ટર
– વેક્યૂમ બાયોટોયલેટ્સ
– સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ
– 180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર
– વાઇફાઈની સુવિધા
– દિવ્યાંગ માટે વિશેષ ટોયલેટ્સ
Gujarat | Prime Minister Narendra Modi flags off the Gandhinagar-Mumbai Central Vande Bharat Express train at Gandhinagar pic.twitter.com/QwnmLvYmfE
— ANI (@ANI) September 30, 2022
અમદાવાદમાં મેટ્રો ટ્રેનના 2 રૂટની કરાવશે શરૂઆત
અમદાવાદને પણ આજે PM મોદી મોટી ભેટ આપશે. જેના લીધે અમદાવાદમાં ટ્રાન્સપોર્ટેશન વધુ સરળ બનશે. PM મોદી આજે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે. શહેરના કાલુપુર-થલતેજ અને ગ્યાસપુર-મોટેરા રૂટની શરૂઆત કરાવશે. PM મોદી કાલપુરથી મેટ્રો ટ્રેનમાં થલતેજ સુધી મુસાફરી કરશે. AES ગ્રાઉન્ડ પર PM મોદી સભાને સંબોધન કરશે. ત્યાર બાદ આજે PM મોદી અંબાજીની પણ મુલાકાત લેશે. PM મોદી આજે અંબાજી મંદિરમાં દર્શન કરશે. PM મોદી અંબાજી મંદિરે માના દર્શન કરી ગબ્બરે પણ જ્યોતના દર્શન કરશે.