અશરફ ડબાવાલા અને મધુમતી મહેતા ભારતીય સંસ્કૃતિની સમરસતાનું ઉત્તમ ઉદાહરણ : પરસોત્તમ રૂપાલા
અનુઆધુનિક ગુજરાતી કવિતાનો બળવાન અવાજ એટલે અશરફ ડબાવાલા અને મધુમતી મહેતા : ડૉ. બળવંત જાની
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મારૂતિનગરમાં આવેલા સરસ્વતી શિશુમંદિર સભાગૃહ ખાતે ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ (ગ્રીડ્સ) – રાજકોટ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સાહિત્યિક પરિસંવાદમાં શિકાગો (અમેરિકા) નિવાસી અને ’ડાયસ્પોરા રાઈટિંગ એવોર્ડ’થી સન્માનિત જાણીતા કવિયુગલ અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાના સાહિત્યિક પ્રદાનને વિશેષ રીતે બિરદાવવામાં આવ્યા હતા. કવિ દંપતિ અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાનું શાલ, પાધ, રુદ્રાક્ષ સૂત્રમાળા, પુસ્તક દ્વારા ક્લાધર ભરત યાજ્ઞિક અને સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પધારેલા સાંસદ પરસોત્તમ રૂપાલાનું શાલ ઓઢાડી સ્વાગત અપૂર્વભાઈ મણીઆરે તેમજ ભરત યાજ્ઞિકનું સ્વાગત ડો. બળવંતભાઈ જાનીએ કર્યું હતું.
સાંસદ પરસોત્તમ રૂપાલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, અશરફ ડબાવાલા અને મધુમતી મહેતા ભારતીય સંસ્કૃતિની સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. ડો. બળવંત જાનીએ પણ અનુઆધુનિક ગુજરાતી કવિતાનો બળવાન અવાજ એટલે અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાને કહ્યા હતા. આ પ્રસંગે સપ્તક કલાવૃંદ સુશ્રી અનુશ્રી મહેતાએ ગાયન અને પલ્લવ વ્યાસ દ્વારા પરમ કથ્થક કેન્દ્રની નૃત્યાંગનાઓએ નૃત્ય રજૂ કરેલું. આ આ સિવાય પ્રો. વિપુલ પુરોહિત અને અનિરુદ્ધસિંહ ગોહિલે અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાના કાવ્યવિશ્વ વિશે વક્તવ્ય આપેલા હતા. કવિ અનિલ ચાવડા, કેતન કતરિયા, લલિત ત્રિવેદી, અરવિંદ ભટ્ટ, મનોજ જોશી ’મન’એ કાવ્યપઠન કર્યું હતું. આ કાર્યક્રમમાં સંજુ વાળા, જ્વલંત છાયા, આર.પી. જોશી, સંજય ઉપાધ્યાય, ભાસ્કર ભટ્ટ સહિતના નામાંકિત સાહિત્ય સર્જકો અને રસિકો ઉપસ્થિત રહ્યા હતા.



