મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 132 મૃતકોના નામનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મોરબીમાં મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાને કારણે રાજ્યભરમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. એવા મૃત્યુ પામેલા પૈકી 132 મૃતકોની નામજોગ યાદી જાહેર કરી દેવામાં આવી છે.
- Advertisement -
132 મૃતકોની નામજોગ યાદી જાહેર
તંત્ર દ્વારા 132 મૃતકોની નામજોગ યાદી જાહેર કરવામાં આવી છે. મીડિયા અહેવાલો પ્રમાણે આ દુર્ઘટનામાં 141થી વધુ લોકોના મોત થયા છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ સિવાય અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. દુર્ઘટનાને પગલે તુરંત રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઈ હતી. મંત્રીઓ પણ આ હોનારતને પગલે મોરબી દોડી આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજે વહેલી સવારે મોરબી પહોંચ્યા હતા.
જુઓ મૃતકોની નામજોગ યાદી