17 એપ્રિલના રોજ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નનું ખાનગી રીતે આયોજન કરવામાં આવ્યું છે, જે માત્ર પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં યોજાશે, રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્નનું ફંક્શન એક કે બે દિવસનું હશે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. તેમના શાનદાર પ્રોજેક્ટ્સ સિવાય આ હોટફેવરિટ કપલ તેમના લગ્નના સમાચારોને લઈને સતત ચર્ચાઓમાં રહે છે. જો એક નવી રિપોર્ટ્સ પર નજર કરીએ તો રણબીર અને આલિયા 17 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાઈ જશે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ચેમ્બુર, મુંબઈમાં આરકે સ્ટુડિયો તેમની ઈન્ટિમેટ વેડિંગનું સ્થળ રહેશે, જેમાં ફક્ત પરિવારના સભ્યો, મિત્રો અને નજીકના લોકો જ હાજરી આપશે.
- Advertisement -
સુત્રોએ જણાવ્યું હતું કે, “આલિયાના દાદા એન રાઝદાન તેને રણબીર સાથે લગ્ન કરતા જોવા માંગતા હતા. આમ 17 એપ્રિલના રોજ લગ્નનું ખાનગી રીતે આયોજન કરવામાં આવ્યું છે, જે માત્ર પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં યોજાશે. પહેલાં ચર્ચા હતી કે લગ્નમાં 450 મહેમાનો આવશે. આ સમારોહ આરકે સ્ટુડિયોમાં યોજાશે. રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ પોતાના લગ્નને કારણે ચર્ચામાં છે. લગ્ન પહેલાં રણબીર કપૂર બેચલર પાર્ટી આપવાનો છે. રણબીર કપૂરની બેચલર પાર્ટીમાં સામેલ થનારા મહેમાનોનું લિસ્ટ પણ સામે આવ્યું છે.
- Advertisement -
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ 17 એપ્રિલે ફેરા ફરશે. રણબીર તથા આલિયા હાલમાં પરિવાર સાથે આ અંગે ચર્ચા કરી રહ્યા છે. હજી સુધી બંનેએ મહેંદી તથા વેડિંગ પ્લાનરને અપોઇન્ટ પણ કર્યા નથી. બેચલર પાર્ટીની વાત કરીએ તો રણબીર કપૂર પોતાના ઘરે જ બેચલર પાર્ટી આપશે. આ પાર્ટીમાં ઇન્ડસ્ટ્રીના એકદમ નિકટના તથા નાનપણના મિત્રો સામેલ રહેશે. આ લિસ્ટમાં અર્જુન કપૂર, આદિત્ય રોય કપૂર તથા અયાન મુખર્જીનું નામ છે. આ ત્રણેય રણબીરની ઘણાં જ ક્લોઝ છે. આલિયાના દાદાની ઈચ્છા પૂરી કરવા માટે આ એક નાનકડું ગેટ-ટુગેધર અને સેલિબ્રેશન છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ કન્ફોર્મેશન આપવામાં આવ્યું નથી. હાલના જ એક ઇન્ટરવ્યુમાં રણબીર કપૂરે પણ તેના લગ્નની તારીખ વિશેના પ્રશ્નનો જવાબ આપ્યો અને ખુલાસો કર્યો કે તેમના લગ્ન ટૂંક સમયમાં થશે.
તારીખ વિશે પૂછતા રણબીરે જવાબ આપ્યો કે, મને પાગલ કૂતરુ નથી કરડ્યુ કે હું મીડિયાને તારીખ જાહેર કરીશ. આલિયા અને હું બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા છીએ. હું આશા રાખું છું કે તે જલ્દી થાય. રણબીર અને આલિયા 4 વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં છે. બંને એકબીજાના પરિવારની સાથે સારું બોન્ડિંગ શૅર કરે છે. રણબીરની માતા નીતુ સિંહ અને બહેન રિદ્ધિમા કપૂર સાહનીને આલિયા ઘણી પસંદ છે તો રણબીર પણ અવારનવાર આલિયાના પરિવાર સાથે જોવા મળતો હોય છે.
કપૂર પરિવાર એપ્રિલ એન્ડમાં લગ્ન કરવા માગતો હતો, પરંતુ ભટ્ટ પરિવારે મિડ એપ્રિલમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આલિયા ભટ્ટના નાના નરેન્દ્ર નાથ રાઝદાનની તબિયત નરમ-ગરમ રહેતી હોવાથી પરિવાર જેમ બને તેમ જલ્દી લગ્ન લેવાય તેમ ઈચ્છે છે.
વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો રણબીર અને આલિયા પહેલીવાર અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એકસાથે જોવા મળશે, જેનું શૂટિંગ હાલમાં પૂર્ણ થયું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની પણ મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય વાણી કપૂર સાથે શમશેરા પણ તેની આગામી ફિલ્મોમાંની એક છે. તે પુષ્પા સ્ટાર રશ્મિકા મંદન્ના સાથે એનિમલમાં પણ જોવા મળશે. બીજી તરફ આલિયા ભટ્ટ હાલમાં રોકી ઔર રાની કી પ્રેમ કહાની પર કામ કરી રહી છે, જેમાં રણવીર સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે.