પંજાબથી દારૂ રાજકોટ લઇ જવામાં આવતો હતો : પોલીસે બે શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી
થર્ટી ર્ફ્સ્ટની ઉજવણીના ભાગરૂપે બુટલેગરો સક્રિય
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં થર્ટી ર્ફ્સ્ટની ઉજવણીના ભાગરૂપે બુટલેગરો સક્રિય થયા છે. જેમાં બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘૂસાડવા અવનવા કિમિયા અજમાવે છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બગોદરા હાઇવે પરથી ગેસ ટેન્કરની આંડમાં પંજાબથી રાજકોટ લઇ જવાતો રૂ. 48.33 લાખનો દારૂ ઝડપ્યો હતો. જેમાં પોલીસે 21084 દારૂની બોટલ સહિત કુલ રૂ. 73.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે. ત્યારે મોટાભાગનો દારૂ પંજાબ હરિયાણાથી રાજકોટ તરફ્ લઇ જવાતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.
બગોદરા હાઇવે પરથી રાજકોટ તરફ્ ગેસ કંપનીના ક્ધટઇનરમાં ગેસ સપ્લાયની આડમાં દારૂનો મોટો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે. તેવી બાતમી અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મળી હતી. તેના આધારે ગુરૂવારે સાંજે એક ટેન્કરને રોકીને ડ્રાઇવરનું નામ પુછતા કંવરારામ જાટ અને રાજસ્થાનનો હોવાનુ જણાવ્યુ હતુ. તેમજ ક્લીનર નામ બાલારામ કાસનીયા (જાટ) હોવાનું જાણવા મળ્યું હતું. તેમની પૂછપરછ કરતા ગેસ ભરવા માટે જતા હોવાનું જણાવતા હતા. જો કે તપાસ કરતા પોલીસને અંદર છુપાવેલો દારૂનો રૂ. 48.33 લાખની કિંમતની 21 હજારથી વધારે બોટલો મળી આવી હતી. જેમાં દોઢ વર્ષ પહેલા ડ્રાઇવરનો પરિચય બાડમેરમાં રહેતા જયદીપસિંહ સાથે થયો હતો.
એક અઠવાડિયામાં દોઢ કરોડથી વધુનો દારૂ શહેરમાંથી ઝડપાયો
શહેરમાં પોલીસે બાતમીના આધારે છેલ્લાંએક અઠવાડિયામાં દોઢ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો છે. જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ રૂ. 42 લાખનો દારૂ વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી ગેસ ટેન્કરમાંથી મળી આવ્યો હતો. જ્યારે પીસીબીએ બગોદરા પાસેથી રૂ. 25 લાખનો એસીડના ટેન્કરમાંથી અને બગોદરા પોલીસે રૂ. 45 લાખનો દારૂ જપ્ત કર્યો હતો.