મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીકથી આઈસર ટેમ્પોમાં ભૂસાની આડમાં છુપાવેલ 1812 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો હતો. પોલીસે ઈંગ્લીશ દારૂ અને ટેમ્પો સહિત 10.29 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રફાળેશ્વર ગામ નજીક ભવ્ય હોટેલ બાજુમાં બંધ પડેલું આઈસર શંકાસ્પદ હોય જેથી ટીમે સ્થળ પર પહોંચી આઈસર ટેમ્પોમાં તલાશી લેતાં ભૂંસાના બાચકાની આડમાં છુપાવી રાખેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે દારૂની ગણતરી કરતાં ઈંગ્લીશ દારૂ 151 પેટી દારૂ બોટલ નંગ 1812 કિંમત રૂ. 6 લાખ 79 હજાર 500 મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો અને આઈસર જીજે 03 વાય 6862 કિંમત રૂ. 2.50 લાખ મળીને કુલ રૂ.10 લાખ 29 હજાર 500નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત આઈસર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના રફાળેશ્વર પાસેથી ટેમ્પોમાંથી કુલ રૂ.10.29 લાખના દારૂ ઝડપાયો
You Might Also Like
Follow US
Find US on Social Medias